સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ઉઘાડ: વરસાદના વધુ એક રાઉન્ડની શકયતા

September 6, 2018 at 10:54 am


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાંથી જાણે વરસાદ ગાયબ થઈ ગયો હોય તેમ સર્વત્ર ઉઘાડ નીકળ્યો છે. જો કે હવામાન ખાતા દ્વારા આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અમુક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ મહદ્અંશે સુકું રહેશે તેમ જણાવાયું છે.
બંગાળની ખાડીમાં નોર્થ-વેસ્ટ દિશામાં અને હરિયાણામાં સાઉથ-ઉસ્ટ દિશામાં લો-પ્રેશર સર્જાયું છે. આ ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કણર્ટિક સહિત દેશના અનેક વિસ્તારોમાં સાયકલોનિક સરકયુલેશન જોવા મળ્યું છે તેના કારણે આગામી ગુરુવાર અને તેની આસપાસના દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડની શકયતા દશર્વિવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા, નવસારી જિલ્લા ચીખલી, ખેડગ્રામ, વાસદા અને ડાંગ જિલ્લાના સુબીરમાં સામાન્ય ઝાપટાં પડયા છે.

Comments

comments

VOTING POLL