સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘમહેર યથાવતઃ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ, હળવા ઝાપટા

August 19, 2018 at 12:33 pm


સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ બીજો રાઉન્ડ શરૂ કર્યો હોય તેવી રીતે વિવિધ જિલ્લાઆેમાં મેઘમહેર થઈ રહી છે. દરમિયાન રાજકોટમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડéા હતા.

જ્યારે પૂર્વ કચ્છમાં મેઘરાજાએ પડાવ નાખ્યો હોય તેમ બીજા દિવસે શનિવારે ગાંધીધામ અને અંજારમાં ચાર-ચાર ઇંચ ખાબક્યો હતો. ભુજ અને મુન્દ્રામાં ભારે ઝાપટાં રુપે એક અને નખત્રાણા તેમજ નલિયામાં અડધો ઇંચ જેટલી મહેર થઇ હતી. જો કે, અન્ય તાલુકાઆેમાં દિવસભર ઝરમર વરસતાં સારા વરસાદની ઇંતેજારી લંબાઇ હતી. તેમજ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નાેંધાયો છે.

આજે સવારે 7 વાગ્યે વરસાદને 24 કલાક દરમિયાન ભૂજ તાલુકામાં 99 મિ.મી. અને ગાંધીધામમાં 98 મિમી એટલે ચાર Iચ જેટલો વરસાદ વરસ્યો હતો. કપરાડામાં 83 મિ.મી એટલે કે ત્રણ ઈચ થી વધુ, અબડાસા અને ધરમપુરમાં 54 મિ.મી. અને વધાઈમાં 50 મિ.મી. મળી કુલ ત્રણ તાલુકાઆેમાં બે ઈચ તથા અન્ય 13 તાલુકાઆેમાં એક ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજયનો કુલ સરેરાશ વરસાદ 62.97 ટકા જેટલો નોધાયો છે.

રાજકોટમાં સાંબેલાધાર વરસાદની જરુર છે ત્યારે હળવા ભારે ઝાપટાં પડી રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં બે ઇંચ અને દિવસ દરમિયાન વધુ એક ઇંચ સુધી વરસાદ પડéાે હતો, પરંતુ ગત વર્ષે આ સમયે શહેરમાં 38 ઇંચ પાણી પડી ગયું હતું, જ્યારે આ વર્ષે હજુ સુધી માત્ર 19 ઇંચ વરસાદ જ પડéાે છે. આેછા વરસાદના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા એક પણ જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી. જો કે તાજેતરમાં જ બનાવેલા અટલ સરોવરમાં વધુ એક ફૂટ નવાં નીર આવતા તે અડધું ભરાયું છે. રાજયના 156 તાલુકામાં વરસાદ નાેંધાયો છે.

Comments

comments

VOTING POLL