સૌરાષ્ટ્ર બન્યુ કૃષ્ણમય: રજા અને મજાનો માહોલ

September 1, 2018 at 10:43 am


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી વરસાદી માહોલ વચ્ચે તહેવારોની વણજાર શરૂ થઇ ગઈ છે. સૌરાષ્ટ્ર આખુ કૃષ્ણમય બની ગયું છે અને લોકો સાતમ-આઠમની મજા અને રજા માણવા લાગ્યા છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, ઉપલેટા, જસદણ, વાંકાનેર, સ હિતના શહેરોમાં કુષ્ણ જન્મોત્સવ ઉજવવા લોકોમાં થનગનાહટ જોવા મળી રહયો છે.
સૌરાષ્ટ્ર મેળા માટે પ્રખ્યાત છે. જેમ કે સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમનું મહત્વ વધારે જોવા મળે છે. સાતમ-આઠમનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. મેળામાં ફરવા જવું, શિવાલયો, શિવ મંદીર, લોકો ફરવા વધારે ભીડ રહે છે. જેમ કે સોમનાથ (પાટણ) અને દ્વારકા, ઘેલા સોમનાથ, જડેશ્વર, રફાળેશ્વર, અને ધાર્મીક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે. સૌરાષ્ટ્ર સહીત જામનગર, રાજકોટ, સહીત લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 32 વર્ષથી પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અવિરત 33મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદ્દેદારો, કાર્યકરોની ફૌજ કાર્ય કરી રહી છે. જ્ઞાતિઆે દ્વારા ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળકાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા સરબત, પાણી, પ્રસાદી વિતરણ કરવામાં આવશે જેની તૈયારીના ભાગરૂપે હજારોની સંખ્યામાં રિક્ષામાં ઝંડીઆે લગાવવામાં આવી છે. ચોકે ચોકે ધ્વજારોહણ અને ગલી-ગલીએ સુશોભનને આખરીઆેપ અપાયો હતો. જેમાં આવતીકાલે સાતમ દિવસે સીતળા સાતમ તરીકે આેળખાય છે. છઠ્ઠના દીવસે ટાઢું રાધેલું સાતમ દિવસે ખાવા માટે ભારે મજા આવે છે. એક દિવસ મહીલાઆેને આખો દિવસ મજા મજા હોય છે. ભગવાન કૃષ્ણનું મહીમા બતાવે છે કે કૃષ્ણ જન્મ ઉત્સવ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે. દ્વારકા મહા આરતી, સૌમનાથમાં અભીષેક જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. કૃષ્ણજન્મ આઠમના દિવસે રાત્રે 12-00 વાગે કરવામાં આવે છે .

Comments

comments

VOTING POLL