સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કાલે 53મો પદ્વીદાન સમારંભ

December 7, 2018 at 4:01 pm


સૌરાષ્ટ્ર યુનિ.નો 53મો પદ્વીદાન સમારંભ આવતીકાલે તા.8ને શનિવારના રોજ સવારે 11-30 કલાકે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલાધિપતિ આેમપ્રકાર કોહલીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની ખાસ ઉપિસ્થતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ.ની 14 વિદ્યાશાખાના 49,888 દીક્ષાથ}આેને પદવીઆે તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં કુલ 2858 વિદ્યાથ}આે રૂબરૂ ઉપિસ્થત રહી પદવી હાસલ કરશે. સમારોહમાં ડાયસ પર બિરાજમાન સૌ મહેમાનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સં થઇ પદવીદાન સમારોહમાં ભાગ લેશે. આ સમારંભનું સૌરાષ્ટ્ર યુનિ.ના કોમ્પ્યૂટર સેન્ટરના ડાયરેકટર પિયુષભાઇ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વેબકાસ્ટીગ કરવામાં આવશે. જેની લીક સૌરાષ્ટ્ર યુનિ. વેબસાઇટ www.તફીફિતવtફિીક્ષશદયતિશtુ.યમી પર મૂકવામાં આવશે.

જે વિદ્યાથ}આે પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે આેનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ નથી. તેવા વિદ્યાથ}આે, તેમના વાલીઆે તથા સંબંધકતાર્આેને પદવીદાન સમારંભનું આેનલાઇન વેબકાસ્ટીગનો લાભ લઇ શકે છે. સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવનાર કુલ 49,888 વિદ્યાથ}આેને પદવીદાન કરવામાં આવશે. જે અંતર્ગત વિનયન વિદ્યાશાખા 12,827, શિક્ષણ વિદ્યાશાખાના 3729, વિજ્ઞાન વિદ્યાશાખાના 10,698, ઇજનેરી વિદ્યાશાખાના 09, કાયદા વિદ્યાશાખાના 2226, તબીબી વિદ્યાશાખાના 913, વાણિજ્ય વિદ્યાશાખાના 15,978, ગ્રામવિદ્યા વિદ્યાશાખાના 262, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખાના 345, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના 2548, હોમિયોપેથી વિદ્યાશાખાના 285, આક}ટેકચર વિદ્યાશાખાના 16, પર્ફોમીગ આર્ટસ વિદ્યાશાખાના 12, ફાર્મસી વિદ્યાશાખાના 40 વિદ્યાથ}આેનો સમાવેશ થાય છે.
પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ રૂબરૂ પદવીઆે મેળવનાર વિદ્યાથ}આેને સરળતાથી પદવીઆે મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કાર્યક્રમના સ્થળે 13 ડિગ્રી વિતરણ માટેના કાઉન્ટરો શરૂ કરવામાં આવેલ છે. આ પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 52 વિદ્યાથ}આેને 72 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને 92 દાતાઆે તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 112 રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે તથા વિવિધ વિદ્યાશાખાઆેના મળી કુલ 184 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજનાં વિદ્યાથ} ઘાંચી ગજાલા મહોમ્મદ હનીફને થર્ડ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ પ્રાે.નિલાંબરીબેન દવે તથા કુલસચિવ ધીરેનભાઇ પંડéાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિ.ના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર 53માં પદવીદાન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે.

Comments

comments