સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી ત્રણ દિવસ મેગા જોબફેરઃ 183 કંપનીએ ભાગ લીધો

February 11, 2019 at 3:47 pm


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, કે.સી.જી તથા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસ ખાતે રાજકોટ ઝોન તથા મોરબી ઝોનનો મેગા જોબફેરનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસસ ખાતે સેનેટ હોલમાં સવારે 10-30 કલાકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરી, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, કે.સી.જી.ના ઝોનલ આેફિસર કે.બી.ઉપાધ્યાય, નોડલ આેફિસર ડો.રંજનાબેન અગ્રવાલ, કુલસચિવ ડો.રમેશભાઈ પરમાર, સિન્ડિકેટ સભ્ય ડો. વિજયભાઈ પટેલ તથા ડો.પ્રફુલ્લાબેન રાવલની ઉપિસ્થતિમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ મેગા જોબફેરમાં પ્રથમ દિવસે આશરે 5000થી વધુ ઉમેદવારો, 183 જેટલી પ્રતિિષ્ઠત કંપનીઆેએ આ જોબફેરમાં ભાગ લીધેલ છે. આ મેગા જોબફેરમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના વિવિધ ભવનોમાં પ્લેસમેન્ટ કંપનીઆે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઉમેદવારોના આેનલાઈન રજિસ્ટ્રેશન પ્રqક્રયા તથા સ્પોટ રજિસ્ટ્રેશન મારફત યુવાનોને ગમતી નોકરીની તક આપવા માટેનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ રાજ્ય સરકાર દ્વારા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાથ}આેને પોતાના અભ્યાસ પૂર્ણ થયા બાદ તુરત જ એક જ જગ્યાએથી નોકરીની તક પ્રાપ્ય બને તે માટે આવા મેળાઆેનું આયોજન કરી યુવાનોને રોજગારીની તક આપેલ છેતે બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતમાં 23 જગ્યાએ જોબફેરનું કેસીજી અને રાજ્યની અલગ અલગ યુનિવસિર્ટીઆેના માધ્યમથી આયોજન કરવામાં આવેલ છે. આભારવિધિ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્લેસમેન્ટ આેફિસર જયભાઈ ચાવડાએ કરેલ હતી.

Comments

comments

VOTING POLL