સૌ.યુનિ. દ્વારા કાલથી પરીક્ષાનો પ્રારંભઃ 55 હજાર વિદ્યાર્થી

October 9, 2019 at 4:13 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા આવતીકાલથી વિવિધ ફેકલ્ટીઆેમાં પરીક્ષાઆેનો પ્રારંભ થઇ રહ્યાે છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં 55,000 વિદ્યાર્થીઆે નાેંધાયા છે.પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે યુનીવસ}ટીના તંત્ર દ્વારા ચેકિંગ ટીમની રચના કરવામાં આવી છે અને આ ચેકિંગ ટીમ અલગ-અલગ પરીક્ષા કેન્દ્રાેમાં જઇને ચોરી અટકાવવા માટેના પ્રયાસો કરશે.
અગાઉના વર્ષોમાં ચોરી માટે પંકાયેલા પાંચ પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યા છે અને તેમના વિદ્યાર્થીઆેને નજીકના પરીક્ષા કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી છે પરીક્ષામાં ચોરી અટકાવવા માટે દરેક કોલેજોને સીસીટીવી કેમેરા રાખવા અને તેનું જોડાણ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસ પર કાર્યરત કંટ્રાેલ રુમ ખાતે કરવા સૂચના આપી દેવામાં આવી છે .જે કોલેજોમાં સીસીટીવી કેમેરા નહી હોય અથવા તો ચાલુ હાલતમાં ન હોય તેવી કોલેજોને રુપિયા એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આમ છતાં જો વ્યવસ્થામાં સુધારો કરવામાં નહી આવે તો માન્યતા રદ કરવા સુધીના આકરાં પગલાં લેવામાં આવશે.

કાલથી અલગ-અલગ 39 પ્રકારની શરુ થનારી પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઆે બી.કોમ સેમેસ્ટર 5 માં 19726 છે. બીજા ક્રમે બીએ સેમેસ્ટર 5 માં 10 779, બીએસસી સેમેસ્ટર પાંચ માં 6350 વિદ્યાર્થીઆે છે .જ્યારે એમએસસી સેમેસ્ટર 7 માં માત્ર એક, પી જી ડી એમ સી માં 2 બી.વોક. સેમેસ્ટર 5 માં એક અને બીજે એમસી સેમેસ્ટર બે માં એક વિદ્યાર્થી નાેંધાયેલ છે

Comments

comments