સૌ.યુનિ.ના જાતિય સતામણીના પ્રકરણમાં પ્રાેફેસરને સજા થશે કે કેમ ?: શુક્રવારે ફેંસલો

September 11, 2018 at 3:05 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના બાયો સાયન્સ ભવનના પ્રાે.નિલેશ પંચાલે પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરી રહેલી એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરીને તેને હેરાન-પરેશાન કરવાના બહાર આવેલા પ્રકરણમાં આખરે વિમેન્સ સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલ દ્વારા તપાસ પુરી કરવામાં આવી છે અને ઈન્ચાર્જ કુલપતિ નિલાંબરીબેન દવેને તેનો અહેવાલ સાેંપી દેવાયો છે.

ગઈકાલે સાંજે કુલપતિના ટેબલમાં બંધ કવરમાં રિપોર્ટ આવી ગયો છે અને હવે આગામી તા.14ને શુક્રવારે મળનારી સિન્ડિકેટ સભ્યોની મળનારી બેઠકમાં આ રિપોર્ટ પરત્વે ચર્ચા-વિચારણા થશે અને પ્રાે.નિલેશ પંચાલ સામે શું પગલાં લેવા ? તેનો નિર્ણય કરવામાં આવશે.

નિલેશ પંચાલને બચાવવા માટે અમુક આગેવાનો મેદાનમાં પડયા છે તેવી વાતો વચ્ચે કુલપતિ નિલાંબરી દવેએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ મુકયા પહેલાં તે પરત્વે કોઈ ચર્ચા ન થઈ શકે પરંતુ જો અહેવાલમાં નિલેશ પંચાલને દોષિત ઠેરવવામાં આવ્યા હશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવો સબક પણ શીખવવામાં આવશે.

કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, મને કોઈ તરફથી દબાણ આવ્યું નથી, નિયમો મુજબ કાર્યવાહી થશે જ અને તેમાં કોઈએ લેશમાત્ર શંકા રાખવાની જરૂર નથી. તપાસની કામગીરી પુરી થઈ છે અને હવે સિન્ડિકેટની બેઠક જે નિર્ણય લેશે તેની અમલવારી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL