સૌ.યુનિ.ના પ્રો.યાજ્ઞિકને રજા પર ઉતરી જવા આદેશ: ભવનના સત્તાવાળાઓનો ઇનકાર

September 12, 2018 at 11:15 am


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના બાયો સાયન્સ ભવનના પ્રાે.નિલેશ યાજ્ઞિકને રજા પર ઉતારી દેવાનો આદેશ સત્તાવાળાઆે દ્વારા કરાયો હોવાની વાતો વહેતી કરવામાં આવી છે. જો કે, ભવનના સત્તાવાળાઆે પોતાને આવો કોઈ આદેશ મળ્યો હોવાની વાત નકારી રહ્યા છે.
ગઈકાલે કાેંગ્રેસ દ્વારા યુનિવસિર્ટીમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા અને પ્રાે.નિલેશ યાજ્ઞિકની નેઈમ પ્લેટ તોડી પાડી હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મુદ્દે દેખાવો અને રજૂઆતનો કાર્યક્રમ યોજાનાર છે.
તા.14ના રોજ યુનિવસિર્ટી સિન્ડિકેટની બેઠક મળનારી છે અને તેમાં પ્રાે.યાજ્ઞિકનું પ્રકરણ મુકવામાં આવશે. જો કે, યુનિવસિર્ટીના સ્ટેચ્યુટ અને એકટના જાણકારોના કહેવા મુજબ આ પ્રાેફેસરને બરતરફ કરવાની અને તેની પાસેથી ગાઈડશિપ પરત લેવાની સત્તા કુલપતિની છે. સિન્ડિકેટ તો માત્ર અપીલ માટેની આેથોરિટી છે. આમ છતાં પગલાં લેવાના મુદ્દે બન્ને સત્તા મંડળો એકબીજા પર ખો આપતા હોય તેમ જણાઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL