સૌ.યુનિ.ના શિક્ષણશાસ્ત્ર ભવનમાં ભોજન-નાસતાનો રૂા.1.63 લાખનો ખર્ચઃ 25 લાખના ખર્ચે 74 લો-કિન્ફગરેશન કોમ્પ્યુટર ખરીદાશે

August 8, 2018 at 4:26 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં આઈસીએસએસઆર-દિલ્હી અનુદાનિત કેપેસિટી બિલ્ડિંગ પ્રાેગ્રામમાં આવેલા સભ્યો માટે નાસતા અને ભોજનની વ્યવસ્થા પાછળ કુલ રૂા.1.63,200ના ખર્ચને યુનિવસિર્ટીને ફાઈનાન્સ કમિટીએ સવાર્નુમત્તે મંજૂર કરેલ છે.

આ ઉપરાંત યુનિવસિર્ટીના વિવિધ વિભાગો અને ભવનોની જરૂરિયાત માટે 74 લોઅર કિન્ફગરેશન ડેસ્કટોપ કોમ્પ્યુટર ખરીદવા માટે રૂા.24.86.400નો ખર્ચ સવાર્નુમત્તે મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત પરીક્ષા વિભાગ માટે 9 હાયર કિન્ફગરેશન ડેસ્કટોપ કોમ્પ્યુટર ખરીદવા માટે રૂા.5.60 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

યુજીસી-üુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા રુસાની ગાઈડલાઈન મુજબ પસંદ થયેલા 35 ભવનના વડાઆે, આચાર્યો, યુનિવસિર્ટીના વિવિધ વિભાગના વડાઆે અને વિષય નિષ્ણાત માટે આઈઆઈએમ ખાતે ત્રણ દિવસનો ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવેલ હતો અને તેમાં રૂા.28 લાખ+જીએસટીના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી જે નામંજૂર કરવામાં આવી છે.

ઈન્ચાર્જ કુલપતિ નિલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આજની બેઠકમાં ફાર્મસી ભવનના વિદ્યાર્થીઆે માટે રૂા.7.13 લાખના ખર્ચે બેન્ચ ખરીદવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ફાર્મસી ભવનમાં સાધન સામગ્રીની ખરીદી માટે રૂા.17 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાર્મસી ભવનનું નાઈટ્રાેજન જનરેટર ખરાબ થઈ ગયું હોવાથી રૂા.2.27 લાખના ખર્ચે નવું જનરેટર વસાવવાનો નિર્ણય લેવાયો હતો.

ફાઈનાન્સ કમિટીની આ બેઠકમાં સિન્ડિકેટ સભ્યો નેહલ શુકલ, ભરત રામાનુજ, વિજય પટેલ, કુલસચિવ હિરેન પંડયા, મુખ્ય હિસાબી અધિકારી કે.એન. ખેર, આેડિટર લીનાબેન ગાંધી સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL