સૌ.યુનિ.માં વિદ્યાર્થિની પાસે અધ્યાપકની બિભત્સ માગણીઃ તપાસનો ધમધમાટ

September 7, 2018 at 12:20 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના બાયો સાયન્સ ભવનના નિલેશ પંચાલ નામના એક અધ્યાપકે તેમની નીચે પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરતી એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હોવાની ફરિયાદ યુનિ.માં કાર્યરત વિમેન્સ હેરેસમેન્ટ સેલને મળતા ગઈકાલ સાંજથી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ પ્રકરણને લઈને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં અને શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ ડો.નિલાંબરી દવેનો આ સંદર્ભે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજથી આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જો અધ્યાપક દોષીત હશે તો તેમની સામે કાયદેસરની તમામ પ્રકારની કાર્યવાહી અને આકરાં પગલાં લેવામાં આવશે પરંતુ હજુ અમે પ્રાથમિક તપાસના તબકકે છીએ અને તપાસ અંતિમ તબકકામાં પુરી થયા બાદ તેની વિગતો જાહેર કરવામાં આવશે.

યુનિવસિર્ટીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બાયો સાયન્સ ભવનના અધ્યાપક નિલેશ પંચાલની હેડશિપ નીચે એક વિદ્યાર્થિની પીએચ.ડી.નું સંશોધન કરી રહી છે. સંશોધનની કામગીરીના અનુસંધાને અવારનવાર ગાઈડને મળવાનું થતું હોય છે. આ દરમિયાનમાં ગાઈડ દ્વારા બિભત્સ માગણી કરાતાં વિદ્યાર્થિની ચાેંકી ઉઠી હતી અને પોતાના પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ યુનિવસિર્ટીના વિમેન્સ સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલમાં ફરિયાદ કરવામાં આવતાં નિલેશ પંચાલના સાથી અધ્યાપકો અને ભવનના વડાનું નિવેદન લેવામાં આવ્યું છે. અન્ય વિદ્યાર્થીઆે તથા સ્ટાફના અન્ય સભ્યોના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીનો જવાબ અને પૂછપરછ પણ લેવાનું બાકી છે.

યુનિવસિર્ટીના સત્તાવાળાઆેના જણાવ્યા મુજબ તપાસ પુરી થયા બાદ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી કોઈની આબરૂને બટો ન લાગે તે માટે વધુ કોઈ વિગતો જાહેર કરવામાં આવશે નહી. યુનિવસિર્ટીના સત્તાવાળાઆે વિગતો જાહેર કરે કે ન કરે પરંતુ જ્યારે કુલપતિ જેવા સર્વોચ્ચ સ્થાને એક મહિલા આરૂઢ છે ત્યારે યુનિવસિર્ટીમાં બનેલી તથાકથિત આ પ્રકારની ઘટના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાસ્પદ બની છે.

Comments

comments

VOTING POLL