સ્કૂલમાં બાળકો સાથે દૂર્ઘટના થાય તો સંચાલકને થશે જેલ

February 16, 2019 at 10:52 am


આવનારા સમયમાં જો સ્કૂલના બાળકો સાથે કોઈ દૂર્ઘટના થઈ અને સ્કૂલમાં સુરક્ષા સાથે જોડાયેલી ખામીઆે ધ્યાન પર આવી તો સ્કૂલના વહીવટકતાર્ને જેલ થશે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવી રહેલા સ્કૂલ સુરક્ષાનિયમોમાં આ જોગવાઈ કરવામાં આવી છે. મંત્રાલયે સ્કૂલ સુરક્ષા નિયમોને લઈને હિતધારકો પાસેથી મત લેવાનું શરૂ કરી દીધું છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાથી જ આ નિયમ લાગુ કરી દેવાશે.

વર્ષ 2017માં ગુરુગ્રામમાંએક મોટી પ્રાઈવેટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની સનસનીખેજ હત્યા થયા બાદ આવા મામલામાં સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરવાને લઈને દાખલ એક અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 11 એપ્રિલ 2018માંસરકારને છ મહિનાની અંદર સ્કૂલ સુરક્ષાના નિયમ બનાવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયે નિયમ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ 2019 સુધી અનુમતિ માગી હતી.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે માર્ચમાં આ નિયમોને જારી કરવા માટેની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે 2017માં સ્કૂલમાં બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા નિયમો જારીકરી દીધા હતા અને તેને જ આધાર બનાવીને નવા નિયમ તૈયાર કરવામાંઆવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL