સ્કૂલોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવઃ 294 વિદ્યાર્થીઆે લાયસન્સ વગરના નીકળ્યા

August 10, 2018 at 4:26 pm


શહેરના માથાના દુઃખાવારૂપ ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન શહેરમાં અકસ્માતોના બનાવોને પણ અટકાવવા પોલીસ અને આરટીઆેએ સંયુકત અભિયાન શરૂ કરી અલગ અલગ સ્કૂલોમાં ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં વાહનો લઈ નીકળેલા 294 વિદ્યાર્થીઆે લાયસન્સ વગર નીકળતા તમામના વાલીઆેને બોલાવી જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, આરટીઆે ઈન્સ્પેકટર શાહ સહિતના અધિકારીઆેએ ટ્રાફિક નિયમન અંગે સમજુતી આપી હતી.

શહેરમાં અકસ્માતના બનાવો બનતા અટકાવવા ખાસ વિદ્યાર્થીઆેને પકડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીપી સિદ્ધાર્થ ખત્રી, આરટીઆે ઇન્સ્પેક્ટર શાહ સહિતના અધિકારીઆેએ ટ્રાફિક પોલીસને સાથે રાખીને લાઇસન્સ વિના વાહન લઈને નીકળેલા 294 વિદ્યાર્થીઆેને ઝડપી લઇ તેમના વાલીઆેને બોલાવી ટ્રાફિક નિયમન અંગે સમજૂતી આપી હતી તેમજ લાઇસન્સ વિના વાહન ચલાવવાની વાલીઆે દ્વારા મંજૂરી એવી એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે તેમજ નિયમ ભંગ કરનારને એક હજારનો દંડ અને ચાર મહિનાની જેલની સજા હોવાથી વિદ્યાર્થીઆેનું ભાવી જોખમમાં ન મુકાય તે માટે વાલીઆે વિદ્યાર્થીઆેને સમજાવે અને વાહનોના ઉપયોગ કરવાની મંજૂરી ન આપે તેવી અપીલ કરી હતી

Comments

comments

VOTING POLL