સ્ટાર ધર્મેન્દ્રં ઉપર બાયોપિક બનાવવાની ઇચ્છા છે : સની

August 23, 2018 at 6:20 pm


બાેલીવુડના સ્ટાર અભિનેતા સની દેઆેલનું કહેવું છે કે, બાયોપિક ફિલ્મોનાે દોર ચાલી રહ્યાાે છે ત્યારે તે સદાબહાર અભિનેતા અને તેના પિતા ધમેૅન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતાે સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે. ધમેૅન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઆેમાં ધમેૅન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધમેૅન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યક્તિ ધમેૅન્દ્રના સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતાેને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે. રિસર્ચને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તેના પિતા પટકથાને લઇને વધુ વિગત નજીકના અંતરથી આપે તેના આધાર ઉપર જ શાનદાર ફિલ્મ બની શકશે. અભિનેતા અને ફિલ્મ નિમાૅતા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિકા કોણ કરશે તેને લઇને પુછવામાં આવતા સની દેઆેલે કોઇ સ્પષ્ટપણે વાત કરી નથી પરંતુ સની દેઆેલનું કહેવું છે કે, ફિલ્મમાં તે ભૂમિકા અદા કરી શકે છે. આ ઉપરાંત તેનાે પુત્ર પણ આ ભૂમિકા અદા કરી શકે છે. કારણ કે દરેક બાબત સ્ટોરી ઉપર આધારિત છે. સની દેઆેલ હાલમાં પિતા ધમેૅન્દ્ર અને ભાઈ બાેબી દેઆેલ સાથે મળીને યમલા પગલા દિવાના ફિરસેમાં કામ કરી રહ્યાા છે. આ ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મને લઇને બાેબી દેઆેલ ઉપરાંત સની દેઆેલ પણ આશાવાદી છે. અગાઉની આ સિરિઝની ફિલ્મો સુપરહિટ રહ્યાા બાદ આ ફિલ્મ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા દેખાઈ રહી છે. આ ફિલ્મમાં દરેક પ્રકારના મસાલા ઉમેરવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL