સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું ટ્રેલર રીલીઝ થયું,જુઓ ટાઈગર શ્રોફના દિલધડક સ્ટન્ટ્સ

April 12, 2019 at 9:12 pm


વર્ષ 2012માં રીલીઝ થયેલી આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રાની સ્ટુડન્ટ ઑફ ધ યરે બોલિવુડને ત્રણ ટેલેન્ટેડ કલાકારો આપ્યા હતા. સાત વર્ષ પછી કરણ જોહર સ્ટુડન્ટ ઑફ ધ યર 2 લાવી રહ્યો છે જેમાં ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા લીડ રોલમાં છે. આ ફિલ્મનું ટ્રેલર એટલું પ્રોમિસિંગ છે કે ઈન્ડસ્ટ્રીને તારા અને અનન્યાના રૂપમાં બીજા બે સ્ટાર્સ મળે તેવુ લાગી રહ્યું છે.

ઘણા સમયથી જે ફિલ્મની રાહ જોવાતી હતી તે સ્ટુડન્ટ ઑફ ધ યરનું ટ્રેલર આજે રીલીઝ થયું હતું. આ પહેલા અનેક પોસ્ટર રીલીઝ કરીને કરણ જોહરે ફિલ્મ અંગે ખાસ્સી ઉત્સુકતા જગાવવી હતી. ટ્રેલરમાં પણ તમને ટાઈગર શ્રોફના જબરદસ્ત સ્ટન્ટ જોવા મળશે.

ટ્રેલરમાં ટાઈગર શ્રોફ પર વધારે ફોકસ છે પણ તારા સુતરિયા અને અનન્યા પાંડે પણ પ્રોમિસિંગ જણાઈ રહ્યા છે. ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે ફિલ્મમાં મસ્તી, ધમાલ, ડાન્સ અને એક્શનનો ફૂલ ડોઝ હશે. જુઓ ટ્રેલર

Comments

comments