સ્ટેચ્યુ આેફ યુનિટી ખાતે હેલિકોપ્ટર રાઈડ સુવિધા સ્થગીત

October 8, 2019 at 10:49 am


સ્ટેચ્યુ આેફ યુનિટી ખાતે મુલાકાતીઆેને 360 એન્ગલનો વ્યૂ આપનારી હેલિકોપ્ટર રાઈડને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ મુલાકાત બાદ સબમિટ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે હેલિકોપ્ટરનો અવાજ કેવડિયાના અભ્યારણમાં રહેતા પ્રાણીઆે માટે નુકસાનકારક છે.
નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ.કે પટેલ, જેઆે સ્ટેચ્યુ આેફ યુનિટીના મુખ્ય એડમિનિસ્ટ્રેટર છે, તેમણે પુષ્ટી કરી હતી કે હાલમાં હેલિકોપ્ટર સવિર્સ સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું, અમે હાલમાં હેલિકોપ્ટર સવિર્સને શરુ કરવા માટે અન્ય કોઈ સાઈટ શોધી રહ્યા છીએ અને ઝડપથી તે ચાલું થઈ જશે.

કેવડિયા ખાતે હેલિકોપ્ટર સવિર્સ આપતી હેરિટેજ એવિએશન પ્રા. લિમિટેડના એક મેનેજર લેવલના કર્મચારીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના કલેક્ટરે કંપનીને બે મહિના માટે હેલિકોપ્ટર રાઈડને અટકાવી દેવા માટે કહ્યું છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લા કલેક્ટરે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે સાઈટ પર પ્રાણીઆે આવવાનું શરુ થઈ ગયું છે અને હેલિકોપ્ટરના અવાજથી તેઆે પરેશાન થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ આેફ યુનિટી ખાતે ડિસેમ્બર 2018માં હેલિકોપ્ટર સવિર્સ શરુ કરાઈ હતી. આ માટે 10 મિનિટની રાઈડના 2990 રુપિયા પ્રતિ વ્યિક્ત ચાર્જ કરવામાં આવતા. રાઈડમાં યાત્રીને સ્ટેચ્યુ આેફ યુનિટી તથા તેની આસપાસનો વિસ્તાર બતાવવામાં આવતો.
કેવડિયા ખાતે તૈયાર થઈ હેલા ઝૂઆેલોજિકલ અને સફારી પાર્ક સ્ટેચ્યુ આેફ યુનિટીથી 2 કિમી દૂર નર્મદા નદીના તટે કુલ 5.58 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા હશે. આ પાર્ક એશિયા, આqફ્રકા, આેસ્ટ્રેલિયા અને અમેરિકામાં જોવા મળતા 170થી વધારે પ્રજાતિઆેના પ્રાણીઆે અને જીવજંતુઆે જોવા મળશે. મુલાકાતીઆેને સફારી પાર્કમાં સિંહ, રોયલ બેંગાલ ટાઈગર્સ અને દીપડા જેવા પ્રાણીઆે પણ જોવા મળશે. ઉપરાંત કાંગારુ, ઝીરાફ અને ઝીબ્રા જેવા પ્રાણીઆે પણ હશે.

Comments

comments