સ્પાઈસજેટ મેના અંતથી ૨૦ ફલાઈટ લોન્ચ કરશે

May 23, 2019 at 11:27 am


સ્પાઈસજેટે ૨૦ નવી ફલાઈટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે અને તેમાંથી ૧૮ દેશની રાજધાનીને નોન–મેટ્રો સાથે જોડતી ફલાઈટસ હશે. નવી ફલાઈટ મેના અંતિમ સાહથી શરૂ થશે. એરલાઈન પ્રાદેશિક સંપર્કસૂત્રતા વધારવા પ્રતિબધ્ધ છે. સ્પાઈસજેટે મુંઈબ–તિરુવનંતપુરમ, મુંબઈ–વિજયવાડા અને મુંબઈ–તુરૂપતિ સેકટર્સમાં નવી ફલાઈટસ રજૂ કરી છે. સ્પાઈસજેટ આ ઉપરાંત મુંબઈ–ગોવા, મુંબઈ–હૈદરાબાદ, મુંબઈ–પટણા સેકટરની ફ્રિકવન્સીમાં વધારો કરશે. એરલાઈને આ સાથે કોલકતા–પટણા રૂટ પર પણ એડિશનલ ફલાઈટની જાહેરાત કરી છે. નવી ફલાઈટસ દૈનિક ધોરણે ચાલશે. ફકત મુંબઈ–કોલકાતા ફલાઈટસ બુધવાર અને રવિવારના દિવસ સિવાય દરરોજ ચાલશે. એરલાઈન આ બધા રૂટ પર બોઈંગ ૭૩૭ એનજી એરક્રાફટ પ્લેન ઉડાડશે

Comments

comments

VOTING POLL