સ્પાઈસજેટ 18 સપ્ટે.થી એર કાર્ગો સવિર્સ શરૂ કરશે

September 11, 2018 at 11:06 am


સસ્તાં ભાડાંની એરલાઈન સ્પાઈસજેટ લિમિટેડ એર કાર્ગો સવિર્સ લોન્ચ કરવાની જાહેરાત સોમવારે કરી હતી. લોજિસ્ટિકસ ઉદ્યાેગની જબરદસ્ત સંભાવનાઆેને ધ્યાનમાં રાખીને આવક વધારવાના હેતુસર કંપનીએ આ સવિર્સ શરૂ કરી છે. ગુડગાંવ સ્થિત સ્પાઈસજેટ 18 સપ્ટેમ્બરથી સ્પાઈસએકસપ્રેસ બ્રાન્ડ નામની હેઠળ આ સવિર્સ શરૂ કરશે અને તેનું સંચાલન સ્પાઈસજેટ લિ.ની અલગ બિઝનેસ કંપની દ્વારા કરશે.
શરૂઆતમાં એર કાર્ગો સવિર્સ હેઠળ દિલ્હી, બેંગ્લુરૂ, ગુવાહાટી, હાેંગકાેંગ, કાબુલ અને અમૃતસરને આવરી લેવામાં આવશે. ભારતમાં એર કાર્ગો સવિર્સીસ માટે વિશાળ માર્કેટ છે જેમાં ઘણું કામ થઈ શકે છે. નીચા ખર્ચનું માળખું ધરાવતી સ્પાઈસજેટ આ જરૂરિયાતને પૂરી કરવા માટે એકદમ પરફેકટ છે. એમ સ્પાઈસજેટના ચેરમેન અજયસિંધે જણાવ્યું હતું.
સ્પાઈસજેટના વર્તમાન કાફલાની દૈનિક કાર્ગો કેપેસિટી લગભગ 500 ટન છે, જેમાં પેસેન્જર વિમાનમાં ઉપલબ્ધ કાર્ગો જગ્યા પણ સામેલ છે. સ્પાઈસએકસપ્રેસ લોન્ચ કરવાથી આ ક્ષમતા તબકકાવાર વધીને 900 ટન સુધી પહાેંચી જશે કારણ કે કંપની માર્ચ 2019 સુધીમાં ચાર ફ્રેઈટર વિમાન ઉમેરવાની છે.
ભારતમાં સમપિર્ત એર કાર્ગો સવિર્સિસ શરૂ કરવાની સ્પાઈસજેટ પ્રથમ શિડéુઅલ ડોમેસ્ટિક એરલાઈન બની જશે. કંપનીએ તેના પ્રથમ ફ્રેઈટર વિમાન તરીકે બોIગ 737-700 વિમાનને સામેલ કર્યું છે અને પ્રથમ ફલાઈટ દિલ્હીથી બેંગ્લુરૂની હશે. કં5નીએ ભાડે લીધેલા આ વિમાનની કાર્ગો વહન ક્ષમતા 20 ટનની છે.

Comments

comments

VOTING POLL