સ્માર્ટ વિલેજ યોજનાની ફાઈલ પરથી ધૂળ ખંખેરતી સરકારઃ યાદી મગાવી

February 12, 2019 at 11:32 am


સ્માર્ટ વિલેજ યોજના ની ફાઈલ પરથી ધૂળ ખંખેરી સરકાર તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમલી બનાવેલી સ્માર્ટ વિલેજ યોજના છેલ્લા ઘણા સમયથી અભેરાઈ પર ચડી ગઈ હતી. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા આ સ્માર્ટ વિલેજ યોજનાની સરકારને યાદ આવી છે અને ગ્રામજનોના મત મેળવવા ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લામાં સ્માર્ટ વિલેજ ની જાહેરાત કરવામાં આવશે. આ અંગેની દરખાસ્ત મંગાવી લેવામાં આવી છે તેમ પંચાયત વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

સરકારની નવેસરની સૂચના પછી હરકતમાં આવેલા જિલ્લા તંત્રે જિલ્લાઆેમાંથી નવેસરથી દરખાસ્તો મંગાવી છે જે અંગેની અરજીઆે તાલુકા કક્ષા ની ચકાસણી થશે. જે જિલ્લા કક્ષાની તજજ્ઞોની ટીમ સમક્ષ રજૂ થશે સૂચિત સ્માર્ટ વિલેજ ની આકરી ચકાસણી ના અંતે પસંદ થયેલા ગામોની યાદી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.

જિલ્લા પંચાયતો દ્વારા પસંદ થયેલા ગામોની યાદી, રાજ્ય કક્ષાએ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ એ જ જિલ્લાવાર સ્માર્ટ વિલેજ ની ઘોષણા કરવામાં આવશે તેમ પંચાયત વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

ગ્રામ્ય મતદારોને રીઝવવા માટે રાજ્ય સરકાર ફરી સ્માર્ટ વિલેજ નો સહારો લઈ રહી છે લાંબા સમયથી ફાઈલમાં બંધ કરવામાં આવેલી આ યોજનાની ફાઈલ પરથી ધૂળ ખંખેરીને સરકાર ફરીથી મતદારોને રીઝવવા મેદાનમાં આવી છે.

Comments

comments

VOTING POLL