સ્માર્ટ સિટીની શેરીઆેમાં શ્વાન સામ્રાજ્ય

July 27, 2018 at 4:12 pm


સ્માર્ટ સિટી પ્રાેજેકટમાં પસંદગી પામેલા રાજકોટ શહેરની શેરીઆેમાં શ્વાનનું સામ્રાજ્ય સજાર્ઈ ગયું છે. રખડતા કૂતરાનો ત્રાસ દિવસે અને તેથી વધુ રાત્રિના સમયે અસü બની જાય છે. મહાપાલિકા તંત્રએ ‘દર્દ તો ના દૂર કર શકેંગે પર દવાઈ જરૂર દેંગે’ જેવી નીતિ અપનાવીને રખડતા કૂતરાનો ત્રાસ દૂર કરવાના બદલે કુતરૂ કરડે તેને મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રાેમાં મફત ઈન્જેકશન આપવાની વ્યવસ્થા નિમાર્ણ કરી છે! તાજેતરમાં શ્વાન વ્યંધિકરણનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ જતાં હાલમાં રખડતા કૂતરાની સમસ્યા વધુ વકરી છે નવો કોન્ટ્રાકટ ફાઈનલ થવા સુધીમાં ‘ભાદરવો’ મહિનો આવી જાયે તેવી શકયતા છે.

અને…પૂર્વ મ્યુ.કમિશનર અજય ભાદૂને આવ્યો મેનકા ગાંધીનો ફોન!

મ્યુનિ.કમિશનર ડો.દિનેશ એચ.બ્રûભટ્ટની બદલી બાદ રાજકોટના નવા મ્યુ.કમિશનર અજય ભાદૂએ શ્વાન પકડ કામગીરી તેમજ શ્વાન વ્યંધિકરણ કામગીરી વધુ સઘન બનાવતા રાજકોટના અમુક જીવદયાપ્રેમીઆેએ દિલ્હી સુધી લેખિત ફરિયાદો કરતા આ મામલે પશુ અત્યાચાર વિરોધી ચળવળ ચલાવતા મેનકા ગાંધીનો તેમના પર ટેલિફોન આવ્યો હતો અને તેમણે આ અંગે પૃચ્છા કરી હતી! તે જાણીતા વાત છે. કૂતરૂ કરડયા બાદ અપાતા ઈન્જેકશન મફત આપવાનું ભાદૂએ શરૂ કરાવ્યું હતું.

પૂર્વ મ્યુ.કમિશનર બ્રમ્હભટ્ટ શોધી લાવ્યા હતા એજન્સી

રાજકોટ શહેરમાં વર્ષ-2008માં રખડતા કૂતરાનો ત્રાસ પરાકાષ્ટાએ હતો અને વારંવાર ટેન્ડર પ્રસિધ્ધ કરવા છતાં કોઈ કોન્ટ્રાકટર રસ દાખવતા ન હતા ત્યારે તત્કાલિન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ એચ.બ્રûભટ્ટ બેંગ્લોરના પ્રવાસે ગયા હતા અને બેંગ્લોર મહાપાલિકામાં તેમણે આ અંગે પૂછપરછ કરી રખડતા શ્વાન-ઢોર પકડવા બેંગ્લોરમાં કામ કરતી એજન્સી એનિમલ રાઈટસ ફંડને તેઆે રાજકોટ લાવ્યા હતા.

મ્યુ.અધિકારીઆે રાત્રે ટુ-વ્હીલર પર નીકળે તો સમસ્યા સમજાય!

રાજકોટ મહાપાલિકાના અધિકારીઆે અને ઈજનેરો મોટાભાગે એરકન્ડીશન કારમાં કાળા કાચ (ગેરકાનુની ગ્લાસ ફિલ્મ સાથેની) ચડાવી નીકળતા હોય તેમને રસ્તા પરના ગાબડા, રસ્તા પર રઝળતા ઢોર અને કૂતરા દેખાતા નથી કે કદાચ જોવા ઈચ્છતા નથી પરંતુ જો આ મ્યુનિ. ‘બાબુઆે’ને રાત્રે 10 વાગ્યા પછી શહેરની શેરી-ગલીઆેમાં ટુ-વ્હીલર પર ‘સેલ્ફ ડ્રાઈવ’માં મોકલાય અને તેમની પાછળ ડાઘીયા કૂતરા દોડે તો તેમને કદાચ સમસ્યા સમજાઈ જાય તેવુ બની શકે!

પૂર્વ મ્યુ.કમિશનર વિજય નેહરા ડોગ રજિસ્ટ્રેશન માટે હતા ઈચ્છુક

રાજકોટમાં રખડતા ઢોર પકડવાની અભૂતપુર્વ ઝુંબેશ ચલાવી શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી અગાઉના વર્ષોની સરખામણીએ મહદઅંશે મુિક્ત અપાવનાર પૂર્વ મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ઢોર રજિસ્ટ્રાર શરૂ કરાવ્યું હતું. તદ્ઉપરાંત તેઆે ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરાવવાના હિમાયતી હતા. પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રથા શરૂ કરાવે તે પૂર્વે જ તેમની બદલી થઈ જતાં આ બાબત શકય બની ન હતી. દેશના અનેક મહાનગરોમાં ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત છે તે ઉલ્લેખનીય છે.

Comments

comments

VOTING POLL