સ્મૃતિ ઇરાનીએ અક્ષયની ‘પેડમેન’ ફિલ્મ જોઇ

February 8, 2018 at 6:32 pm


અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાએ તેમની નવી ફિલ્મ ‘પેડમેન’નું પોસ્ટ પ્રમોશનના ભાગરૂપે માહિતી અને પ્રસારણ અને ટેક્સટાઇલ્સ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાની માટે એક વિશેષ શાૅ રાખ્યો હતો.

તાજેતરમાં અક્ષય અને ટ્વિન્કલ બંને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા અને મહિલા સશિક્તકરણ અંગેની આ ફિલ્મના તેમના પ્રચારને ટેકો આપવા માટે કહ્યું હતું. આ ફિલ્મ તમિલનાડુના અરુણાચલમ મુરુગાનાથનના જીવનથી પ્રેરિત રીયલ સ્ટોરી પર છે.

જેમણે મહિલાઆેને પરવડી શકે તેવા સસ્તા સેનેટરી પેડ બનાવવાનું અભિયાન આદર્યું હતું. ફિલ્મનું દિગ્દર્શન આર. બાલ્કીએ કર્યું છે.

Comments

comments