સ્વાઇન ફલુના આઇસોલેશન વોર્ડમાં વધુ બે દર્દીઆે દાખલઃ રીપોર્ટ બપોર બાદ આવશે

January 21, 2019 at 1:11 pm


પોષ મહિનામાં જ સ્વાઇન ફલુના કાળમુખા રોગે પોતાનું પોત પ્રકાશ્યું છે, હજુ શનિવારે જ બપોરના દિ.પ્લોટ નં. 4પ માં રહેતા એક પ્રાૈઢને સ્વાઇન ફલુ પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હતો અને ગઇકાલે વધુ બે દદ}આેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ લેબમાં મોકલાવાયા છે અને બપોર આ રીર્પોટ આવશે, હાલમાં કુલ ચાર દદ}આે સ્વાઇન ફલુના વોર્ડમાં એડમીટ કરાયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ સ્વાઇન ફલુના વોર્ડમાં વધુ બે દદ}આેને દાખલ કરાયા છે અને કફના નમૂના લેબમાં મોકલાવાયા છે, જેનો રીપોર્ટ બપોર બાદ આવશે, હાલમાં ઠંડીનુ વાતાવરણ શરૂ થયું છે ત્યારે બપોરના ભાગે ગરમી જોવા મળે છે ત્યારે સ્વાઇન ફલુના વોર્ડમાં વધુ બે દદ}આે આવતા ડોકટરોમાં દોડધામ મચી ગઇ છે, જો કે હજુ જેમના રીપોર્ટ નથી આવ્યા. બીજી તરફ છેલ્લા બે દિવસમાં ગામડાઆેમાં પ0, ખાનગી હોસ્પિટલમાં 100 અને જી.જી. હોસ્પિટલમાં 110 જેટલા તાવ, વાયરલના દદ}આે સારવાર માટે આવ્યા હોવાનું જાણવા મળે છે, એટલું જ નહી કુલ ત્રણ દદ}આેને ડેન્ગ્યુ પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે, છેલ્લા અઠવાડીયાથી ગામડાના સીએચસી, પીએચસી કેન્દ્રાેમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા છે, આમ સ્વાઇન ફલુ અને ડેન્ગ્યએ ફરીથી જામનગર સહિત સમગ્ર હાલારમાં માથું ઉંચક્યું છે.

Comments

comments

VOTING POLL