સ્વાઇન ફ્લૂને રોકવા સરકારે શું કર્યુંં: આજે જવાબ રજૂ કરવા હાઈકોર્ટની તાકીદ

February 12, 2019 at 10:55 am


વકરતા સ્વાઇન ફ્લૂ ફરી રાજ્યના હાઇકોર્ટે તેની ગંભીર નાેંધ લીધી છે. હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બિરેન વૈષ્વણની ખંડપીઠે કડક વલણ અપનાવતાં રાજ્ય સરકારને કહ્યું હતું કે,સોગંદનામા પર નહી પરંતુ હકીકતમાં સ્વાઇન ફ્લૂને રોકવા ગ્રાઉન્ડ ઉપર શું કામ કરવામાં આવ્યું છે એ બતાવો. આજે જવાબ આપવાનો આદેશ હાઇકોર્ટે કર્યો છે.

રાજ્યમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે અનેક જિલ્લામાં કોઇ માળખાગત સુવિધા નહી હોવાની રજૂઆત હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન સંદર્ભે કરવામાં આવી હતી. વર્ષ 2016માં એડવોકેટ કે.આર. કોિષ્ટએ સ્વાઇન ફ્લૂના મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં એક વધારાની અરજી કરીને સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને એવો સવાલ કર્યો હતો કે,સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે શું પગલા લેવામાં આવ્યાં છે.

બીજી તરફ હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે,તમારી પાસે એવા કોઇ કેસ હોય તો જણાવો કે જેમાં દદ}નું સારવારના અભાવે સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું હોય. અથવા તો સારવાર માટે યોગ્ય માળખું નહી હોવાથી દદ}ને અન્ય સ્થળે જવું પડéું હોય. અથવા તો વિલંબને કારણે દદ}ની હાલત ગંભીર થઇ હોય.’

2016માં થયેલી પિટિશનમાં રજૂઆત કરાઈ હતી કે તે વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે 18 નાગરિકોના મોત નિપજ્યા છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય સફાઇ સહિતના પગલા નહી લેવામાં આવતા રોગચાળો વકરી રહ્યાે છે. 2016માં સ્વાઇ ફ્લૂને કારણે 200 લોકોના મૃત્યુ થયા હોવાનું ધ્યાને આવતા આ જાહેરહિતની રિટ કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા યોગ્ય અસરકારક પગલા નહી લેવામાં આવતા, ગ્રામ્ય વિસ્તાર અને અંતરીયાળ વિસ્તારમાં યોગ્ય તબીબી સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે પણ લોકોના મૃત્યુ થયા હોવાની રજૂઆત કરાઈ હતી.

Comments

comments

VOTING POLL