સ્વાઈન ફલૂના કેસમાં દિનપ્રતિદિન વધારો થતાં લોકોમાં ચિંતાના વાદળો છવાયા

October 2, 2018 at 3:27 pm


રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત છે ત્યારે દિનપ્રતિદિન સ્વાઈન ફલૂના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર પર અને લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે અને તંત્ર દ્વારા સ્વાઈન ફલૂને નાથવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજે સરકારી આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલ આકડા મુજબ નિલકંઠનગર મેઈન રોડ પર રહેતી 31 વર્ષિય મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે કાલાવડ રોડ પર આવેલ ન્યુ પરિમલ સ્કૂલ પાસે રહેતા 60 વર્ષના વૃધ્ધાને સ્વાઈન ફલૂની શંકાએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેઆેનો રિપોર્ટ સ્વાઈન ફલૂ હોવાનો પોઝિટિવ આવ્યો હતો જયારે માલવિયા કોલેજ પાસે રહેતા પ્રાૈઢા અને ધોરાજી રોડ પર કાલાવડમાં રહેતા પ્રાૈઢાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેઆેના રિપોર્ટ સ્વાઈન ફલૂ હોવાનો પોઝિટિવ આવ્યો હતો. આ સીઝનમાં સ્વાઈન ફલૂના કુલ 66 કેસ નાેંધાયા છે. જયારે કુલ નવ વ્યિક્તનો સ્વાઈન ફલૂના કારણે ભોગ લેવાયો છે.

Comments

comments