સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત : 65 નવા કેસ થયા

February 4, 2019 at 8:28 pm


ગુજરાતમાં સ્વાઈન ફ્લુનાે આતંક યથાવતરીતે જારી રહ્યાાે છે. આજે પણ વધુ બે લોકોના મોત થતાં મોતનાે આંકડો વધીને 43 ઉપર પહાેંચી ગયો હતાે. નવા વર્ષમાં મોતનાે આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે સારવાર દરમિયાન બનાસકાંઠા અને પાેરબંદરમાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. હજુ પણ 336 લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આજે એક જ દિવસમાં 65 નવા કેસાે સપાટી ઉપર આવ્યા હતા. સિઝનલ ફ્લુથી મોતના બનાવો વધતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુનાે આતંક કાબૂ બહાર થયેલો છે. પહેલી જાન્યુઆરીથી લઇને આજે સાેમવાર સુધી 35 દિવસના ગાળામાં દદીૅઆેની સંખ્યા 898થી પણ ઉપર પહાેંચી ગઈ છે. ગઇકાલે 44 નવા દદીૅઆે નાેંધાયા બાદ આજે સાેમવારના દિવસે પણ નવા 65 કેસ નાેંધાયા હતા. બેના મોત થયા હતા. અમદાવાદમાં સાૈથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યાા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વષેૅ રાજ્યમાં સ્વાઈન ફ્લુના દદીૅઆેની સંખ્યા 898થી પણ ઉપર પહાેંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો 900થી ઉપર છે. 444થી વધુ દદીૅઆે પુરતી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇને ઘરે જતાં રહ્યાા છે જ્યારે આશરે 336 દદીૅઆે સારવાર હેઠળ છે. સારવારના ગાળા દરમિયાન જ 43 દદીૅઆેના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યાા હોવા છતાં કેસાે સપાટી ઉપર આવી રહ્યાા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દદીૅઆે સરકારીની સાથે સાથે ખાનગી હોÂસ્પટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનાે આતંક વધારે દેખાઈ રહ્યાાે છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોÂસ્પટલમાં કરવામાં આવી છે. ગયા વષેૅ સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસાે નાેંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સાૈથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસાે સપાટી પર આવી ચુક્યા છે. સ્વાઈન ફ્લુના સારવાર હેઠળ રહેલા 336 લોકો પૈકી અનેક લોકોની હાલત ખરાબ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL