સ્વાતંÔય પર્વ નિમિતે જામનગર જીલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન

August 20, 2018 at 11:03 am


જામનગર જીલ્લા પંચાયતનાં પાટાંગણમાં રાષ્ટ્રના 72 માં સ્વાતંÔય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતનાં પ્રમુખ નયનાબેન માધાણી એ રાષ્ટ્રધ્વજને સલામી આપી માતૃભુમિની રક્ષા કાજે બલિદાનો આપનારા વીર જવાનોની શાદત ને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા ઉપિસ્થત અધિકારીઆે-પધાધિકારીઆે અને કર્મચારીઆેને સ્વાતંÔય પર્વની શુભકામનાઆે પાઠવી હતી. સ્વાતંÔય પર્વની ઉજવણી પ્રસંગે પ્રમુખ નયનાબેન માધાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ, પંડિત જવાહરલાલ નહેરૂ અને લોખંડી પુરૂષ સરદાર વલ્લાભભાઇ પટેલ તેમજ અનેક નામી અનામી મહાનુભાવો ના કૃત સંકલ્પ થકી એક નિશ્ચિત રાષ્ટ્રવાદી વિચારધારા અને સંગઠનને સાથે લઇને અંગ્રેજ હકુમત સામે કાઠોર લડત અને અનેક બલીદાનો આપ્યા બાદ આપણા દેશને આ મહામુલી આઝાદી મળી છે. દિવંગત વડાપ્રધાન ઇન્દીરાજી અને રાજીવજીએ પણ અડગ ઇચ્છાશકિત અને મજબુત મનોબળ સાથે રાષ્ટ્રના હિતમાં દૃૃઢ નિર્ણયો લઇ દેશની એકતા અને અખંડતાની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતી આપેલ છે. આજ ફરીએક વખત દેશની એકતા અને અખંડતા સામે પડકારો ઉભા થયા છે. ત્યારે દેશ ઇન્દીરાજીને યાદ કરી રહયો છે.

આ જીલ્લા પંચાયતનાં પટાંગણમાં આજે આપણે રાષ્ટ્રના 72 માં સ્વાતંÔય દિનની ઉજવણી કરી રહયા છીએ ત્યારે સ્વતંત્રતા સંગ્રામની લડતનું સફળ નેતૃત્વ કરનાર એજ રાષ્ટ્રવાદી વિચારધારા અને એજ સંગઠનના એક સામાન્ય કાયકતાર્ તરીકે આ જીલ્લા પંચાયતનાં પ્રમુખનો પદભાર સંભાળી ભારતની આન, બાન અને શાન સમા અને પ્રાણથી પણ પ્યારા ત્રિરંગાને સલામી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વિશેષ ગૌરવની લાગણી અનુભવું છું. તેમ પ્રમુખ નયનાબેન માધાણીએ જણાવ્યું હતું. વિશેષમાં પ્રમુખ નયનાબેન માધાણીએ જણાવ્યું હતું કે દેશમાં આઝાદીનો સૂર્યોદય થયા બાદ લોકશાહી અને પંચાયતી રાજ વ્યવસ્થાની સ્થાપના થઇ આ પંચાયતી રાજ વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે આપણે સૌને સાથે મળીને કામ કરવાની તક મળી છે ત્યારે જીલ્લા પંચાયતના અધિકારીઆે, પદાધિકારીઆે અને આપ સૌ કર્મચારીઆેના ત્રિવેણી સંગમ થકી આપણે સૌ આ જીલ્લાનાં સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહેશું તેવો સંકલ્પ કરીએ જેથી ખરા અથર્માં આજના આ ઐતિહાસિક પર્વની ઉજવણી સાથર્ક બની રહેશે. જામનગર જીલ્લામાં આ વરસે સમયસર કુદરતની કૃપા વરસે મેઘરાજાની મહેર થાય, પાક અને પાણીનું ચિત્ર ઉજળુ બને તેવી પ્રાથર્ના કરતા સૌને સ્વાતંÔય દિનની શુભકામનાઆે પાઠવી હતી. આ સ્વાતંÔય પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, જીલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ વશરામભાઇ રાઠોડ, જીલ્લા પંચાયતનાં સદસ્ય લભીબેન ભાલોડીયા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી એ.યુ. મકવા, હિસાબી અધિકારી એમ.એન.બાદી, આંતરીક અન્વેષણ અધિકારી વાય.કે. સોઢા, ઇ.ચા. આંકડા અધિકારી અને ચીટનીશ યુ.ટી. ચૌધરી, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એ. પાલા, જીલ્લા પંચાયત કર્મચારી સંઘનાં પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર વિગેરે તમામ અભિકારીઆે અને કર્મચારીઆે ઉપિસ્થત રહયા હતા.

Comments

comments