સ્વિઝ બેન્કના કાળાંનાણાં અંગે મળેલી માહિતી આપવા કેન્દ્રનો સાફ ઇનકાર

May 18, 2019 at 10:37 am


કેન્દ્ર સરકારે સ્વિત્ઝર્લેન્ડ પાસેથી બ્લેકમની અંગે મળેલી માહિતી શેર કરવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આરટીઆઇ કાયદા હેઠળ આ અંગે માહિતી માગવામાં આવી હતી પરંતુ નાણા મંત્રાલયે ગુપ્તતાની જોગવાઇઓનો હવાલો આપી તે શેર કરવાની ના પાડી દીધી. સાથે કહ્યું કે ભારત અને સ્વિત્ઝર્લેન્ડ કાળાં નાણાં અંગે કેસ-ટુ-કેસ બેઝિસ પર માહિતીઓની આપ-લે કરે છે. તેના આધારે તપાસ કરવામાં આવે છે અને આ એક નિરંતર ચાલનારી પ્રક્રિયા છે.

આરટીઆઇમાં બ્લેકમનીમાં સામેલ કંપ્નીઓ અને વ્યક્તિઓનાં નામો અને તેમના પર થયેલી કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે સરકારે એટલું કહ્યું કે બંને દેશો વચ્ચે આ મામલે 22 નવેમ્બર 2016ના રોજ સંયુક્ત જાહેરનામા પર સંમતિ સધાઇ હતી.તે પછી જરૂરી કાયદાકીય ફેરફાર કરાયા. હવે ત્યાં હાજર ભારતીયોના ખાતાંની માહિતી આ વર્ષથી મળવા લાગશે. જોકે દેશની અંદર અને બહાર કેટલું કાળુંનાણું છે, તે અંગે કોઇ અનુમાન નથી.

427 ખાતાંના 8465 કરોડ ટેક્સના દાયરામાં લવાયા
આરટીઆઇમાં અન્ય દેશોથી મળેલાં કાળાંનાણાંની વિગત મંગાઇ હતી. જેમાં ફ્રાન્સની માહિતીના આધારે 427 એચડીએફસી બેન્કનાં ખાતાંની 8465 કરોડની બેનામી ઇન્કમને ટેક્સના દાયરા હેઠળ લાવવામાં આવી હોવાનું જણાવાયું છે. આ 427 ખાતામાંથી 162 મામલે માહિતી છુપાવવા અંગે 1291 કરોડ રૂપિયાનો દંડ પણ કરાયો છે.

Comments

comments

VOTING POLL