સ્વ. મનહરબા મેરૂભા જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વતન ભાતેલ ખાતે હકુભા જાડેજા દ્વારા ‘સ્નેહના સંભારણા’નો ભવ્ય કાર્યક્રમ

February 22, 2018 at 10:54 am


માતૃત્વ પ્રેમી અને 78-જામનગર વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા સ્વ. પૂ. બા મનહરબા મેરૂભા જાડેજાની સ્મૃિત્તમાં આગામી તા. 24 ને શનિવારના રોજ વતન ભાતેલ ખાતે સ્નેહના સંભારણા કાર્યક્રમ અંતર્ગત રાજપુત સમાજવાડીનું ખાતમુહૂર્ત, 51 કુંડી ગાયત્રી યજ્ઞ, વ્યસન મુિક્તના સંકલ્પ, પરિચય પુસ્તિકા વિમોચન, મહાપ્રસાદ તથા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમંત્રિતો ઉપરાંત જાહેર જનતાને પણ આમંત્રણ અપાયું છે.

સ્વ. મનહરબાની પુણ્યતિથિએ ભાતેલ ગામે ધારાસભ્ય હકુભા જાડેજાના પુત્ર જગદીશસિંહ જાડેજા સહિત પ1 યુવાનો યજ્ઞોપવિત ધારણ કરશે તથા પ1 કુંડી ભવ્ય ગાયત્રી યજ્ઞનું પણ તેજ દિવસે આયોજન થયું છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે બ્રાહ્મણો, લોહાણા જનોઈ પહેરતા હોય છે. ભાતેલમાં રાજપૂતો પણ જનોઈ પહેરે છે.

તા. ર4-ર ના પ1 કુંડીની સાથે પ1 યુવાનોને જનોઈ તથા વ્યસન મુિક્તના પાઠ શિખાડવામાં આવશે તથા રાજપૂત સમાજની વાડીનું પણ નિમાર્ણ થશે તથા જયરાજસિંહ જાડેજા દ્વારા ભાતેલ પરિચયનું વિમોચન થશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ભાતેલ ગામે અગાઉ પણ જાણીતા કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા, રમેશભાઈ આેઝા વિગેરેની ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ હતી જેમાં પણ વ્યસન મુિક્તના પાઠો શિખવાડાયા હતાં.

આ કાર્યક્રમમાં સ્વામિનારાયણના સંત શાસ્ત્રીજી ચત્રભૂજદાસજી મહારાજ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિ.પં. પ્રમુખ મિતલબેન ગોરીયા, રિલાયન્સના ધનરાજ પરિમલભાઈ નથવાણી, એસ્સાર આેઈલના ડાયરેક્ટર સી. મનોહરન, રાજપૂત સમાજ જિલ્લા પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા તથા દેવભૂમિ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબા બહાદુરસિંહ વાઢેર ઉપિસ્થત રહેશે. સાંજે ભાતેલ તથા ગોકુલપુરના તમામ ગ્રામજનોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે.

શનિવારે સાંજે યોજાશે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો

તા. ર4-ર-ર018 ના રોજ ભાતેલમાં સ્વ. મનહરબા જાડેજાની પુણ્યતિથિના યોજાયેલા કાર્યક્રમમાં રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, અલ્પાબેન પટેલ તથા લોક સાહિત્યકાર દિલીપદાન ગઢવી ઉપિસ્થત રહેશે.

Comments

comments