હઝરત મહેમુદશા માસુમશા લીમળાવાલે પીર બાવાનો આજે જશ્ને ઉર્ષ

August 29, 2018 at 11:46 am


લીમળાપીર તાજીયા કમિટી કે.જી.એન. ગ્રુપ દ્વારા રામનાથપરા, પોલીસ લાઈન, રાજકોટ ખાતે આજે હઝરત મહેમુદશા માસુમશા લીમળાવાલેપીર બાવાનો જશ્ને ઉર્ષ ઉત્સાહભેર ઉજવાશે. બપોરે 4 વાગ્યે રામનાથપરા હુશૈની ચોક યુનુસભાઈના ઘરેથી સંદલ શરીફ નીકળશે જે કુંભારવાડા મેઈન રોડ, અલ્કાબા મિસ્જદ, હુશૈની ચોક જેલના દરવાજાથી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે. સાંજે મગરીબની નમાઝ બાદ ન્યરાઝ તકસીમ અને રાત્રે ઈશાની નમાઝ પછી નાતશરીફના શાનદાર નુરાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરનો સર્વે હિન્દુ-મુિસ્લમ ભાઈઆે-બહેનોને લાભ લેવા જણાવાયું છે.આ માટે આયોજકો યુનુસભાઈ ભાવર, મોહસીનભાઈ ભાવર, રજાકભા, બ્લોચ, સમીર ભાવર, સલીમ સોઢા, મોઈન બ્લોચ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments

comments