હનુમાનગઢ નજીક ટ્રાફીક નિયમનો ભગં કરનાર બોલેરો ચાલકને પીછો કરી પોલીસે પકડયો

May 22, 2019 at 2:26 pm


Spread the love

હનુમાનગઢ નજીક ટ્રાફીક નિયમનો ભગં કરનાર બોલેરો ચાલકને પીછો કરી પોલીસે પકડયો હતો.
ગંડીયાવાળા નેસમાં રહેતો દેવા ડાયા કોડીયાતર ફત્પલસ્પીડે બોલેરો વાન લઇ હનુમાનગઢ નજીક રેલ્વે ફાટક પાસે નિકળ્યો હતો આથી ટ્રાફીક હેડ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઇશારો કરતા દેવાએ બોલેરો રોકવાને બદલે ફત્પલસ્પીડે ચલાવીને નાસી ગયો હતો આથી પોલીસે તેનો પીછો કરીને પકડી પાડયો હતો તથા ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.
દારૂના દરોડા
જાવર ગામે પાણી ટાંકા પાસે રહેતા ડાયા રામાભાઇ ભરડા, વિરડીપ્લોટના અમીત કરશન સાદીયા ને દારૂ સાથે પકડી લીધા હતા. બખરલા વણકરવાસનો હેમતં એભા મારૂ ના ઘરે પોલીસે દરોડો પાડયો ત્યારે દારૂ મળી આવ્યો હતો પરંતુ તે હાજર મળી આવ્યો ન હતો. આદિત્યાણા–નવાપરાના અમરા કરમણે તેના ઘર પાસે ખાડામાં દારૂ છુપાવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા દારૂની ૧૭ કોથળી મળી આવી હતી, અમરો હાજર મળી નહીં આવતા શોધખોળ હાથ ધરી છે. ધરમપુરના પાટીયા પાસે રહેતી બુધીબેન મેઘા ગોડા એ તેના ઝુપડા પાછળ દારૂનો ૩૦૦ લીટર આથો છુપાવ્યો હતો. પોલીસે દરોડો પાડી ૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બુધીની ધરપકડ કરી હતી. મીલપરા શેરી ન.ં ૭ માં રહેતી રમીલા રામદે ભુતિયા ના મકાનમાં પોલીસે દરોડો પાડી દારૂ, આથો, પાણી ભરેલા હાંડા સહિત ૩૯૦નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી છે.