હનુમાનમઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલ હટાવવા વેપારીઆેની ઉગ્ર રજૂઆત

December 7, 2018 at 3:49 pm


શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસે કમર કસી છે ત્યારે હનુમાનમઢી ચોકમાં નવા મુકાયેલા ટ્રાફિક સિગ્નલના કારણે ટ્રાફિક સમસ્યા વકરતા વેપારીઆેએ આજે સવારે ધંધા-રોજગાર બંધ રાખી ચકકાજામ કર્યો હતો. દરમિયાન સમસ્ત વેપારી મંડળે ધંધા-રોજગારીમાં થતી ભારે હાલાકી દૂર કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર આવેલ હનુમાનમઢી ચોકમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સિગ્નલ મુકાતા ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે વકરી રહી છે જેના કારણે વેપારીઆેના ધંધામાં માઠી અસર થતી હોય જેના કારણે આજે સવારે હનુમાનમઢી ચોકના સમસ્ત વેપારી મંડળે વેપાર-ધંધા બંધ રાખી ચકકાજામ કરી તત્કાલ ટ્રાફિક સિગ્નલ હટાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું.

Comments

comments

VOTING POLL