હબાયના બે જુથ્થો વચ્ચે થયેલી બબાલમાં એકની હત્યા

September 6, 2018 at 9:20 pm


મારામારીના બનાવમાં પાંચ ઘાયલ ઃ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બનેલી ઘટના ઃ પાેલીસ ઘટના સ્થળે

ભુજ તાલુકાના માધાપર નજીક બે જુથ્થો વચ્ચે થયેલી મારામારી પ્રકરણમાં એક શખ્સની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પાંચ વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચતા તેઆેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતાે મુજબ ભુજ-માધાપર હાઈવે પર આવેલા દિપક પેટ્રાેલ પંપ પાસે આવે સવારે ઘાતક હથિયારો વડે અથડામણ સજાૅઈ હતી. આ મારામારીના બનાવમાં વાહનાે કાંચ પણ તૂટ્યા હતા. લોકોના કહેવા મુજબ ગામના સરપંચપદની ચુંટણી સમયે થયેલા વેર-ઝેરને લઈને બન્ને પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યાાે હતાે જેમાં જન્માષ્ટમીના દિવસે બન્ને જુથ્થ વચ્ચે ઉગ્ર બાેલાચાલી થઈ હતી. જેને લઈને આજે આ બનાવ પ્રકાશમાં આવવા પામ્યો હતાે. આ કિસ્સામાં હબાય ગામના આહિર સમાજના બે જુથ્થો વચ્ચે બાેલાચાલી થતાં હરી લક્ષ્મણ કેરાસીયાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ઘાયલોને ભુજની ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરાયા છે. બનાવને લઈને ભુજ બી ડિવિઝન પાેલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવમાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના બનાવથી સનસનાટી ફેલાઈ જવા પામી છે. ઈજાગ્રસ્તાેના નિવેદન પરથી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments

comments

VOTING POLL