‘હમ આપકે હૈ કોન’થી લોકોના દિલો પર રાજ કરનાર સલ્લુ ફરી રાજશ્રી સાથે ફેમિલી ફિલ્મ કરવા રેડ્ડી….

February 6, 2019 at 7:42 pm


સલમાનની દરેક ફિલ્મ માટે સિનેમાઘરોમાં લાંબી લાઈનો જોવા મળતી હોય છે, સલ્લુની ફિલ્મો દર્શકોને ખૂબજ પસંદ પડી રહી હોય છે, રાજશ્રી પ્રોડ્કશન હાઉસથી સલમાન ઘર ઘરમાં ફેમસ બન્યા હતા ત્યારે ફરી એકવાર આવીજ રાજશ્રી પ્રોડક્શન સાથેની ફેમિલી ફિલ્મમાં કામ કરવા આ ભાઈજાન રેડ્ડી છે.છેલ્લે સલમાને રાજશ્રી સાથે ૨૦૧૫માં પ્રેમ રતન ધન પાયો ફિલ્મ કરી હતી જે બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે સતત એક્શન ફિલ્મો કરવા માટે પંકાયેલા સલમાન ખાનને રાજશ્રીએ પ્રેમ રતન ધન પાયોમાં મૃદુભાષી પ્રેમ તરીકે રજૂ કર્યો હતો.
પોતાની નવી ફિલ્મ અંગે બોલતાં સૂરજ બડજાત્યાએ કહ્યું કે હું સલમાન સાથે એક્શન પ્રચુર ફિલ્મ બનાવવાનો છું એવા મિડિયા રિપોર્ટ નર્યાં ગપ્પાં છે. અમે ક્યારેય એક્શન ફિલ્મો બનાવી નથી. એ રાજશ્રીની ખાસિયત છે.

સલમાન સાથે અમે જે નવી ફિલ્મ બનાવવા માગીએ છીએ એ કૌટુંબિક કથા ધરાવતી હશે. મેં સલમાનને સ્ટોરીલાઇન સંભળાવી દીધી છે. એને વાર્તા પસંદ પડી છે અને એણે આગળ વધવાની હા પાડી છે. અત્રે એ યાદ રહે કે સલમાનની કારકિર્દીનો સૂર્ય રાજશ્રીની સુપરહિટ નીવડેલી ફિલ્મ ‘હમ આપ કે હૈં’ કૌન કર્યા બાદ સોળે કળાએ ચમક્યો હતો. એની એક્શન બૉય તરીકેની ઇમેજ તો બહુ મોટી આવી. સૂરજે કહ્યું કે હું માર્ચ માસ પછી સલમાન માટેની ફિલ્મની સ્ક્રીપ્ટ લખવા બેસીશ. હમણાં એ કામ હાથમાં લેવાનો નથી. ત્યારે હવે સલમાન માટે કઈ ફેમિલી ફિલ્મ લઈને સૂરજ આવશે તે જોવાનું રહેશે.

Comments

comments

VOTING POLL