હમ દો… હમારી એક…

April 1, 2019 at 12:31 pm


દિલ્હી એનસીઆરમાં વાહનોની વધતી જતી સંખ્યાને લઇને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે કારની સંખ્યા અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે કુટુંબ નિયોજનની જેમ ગાડીઓ માટે પણ આવો કોઇ પ્લાન લાવવાની જર છે.સુપ્રીમ કોર્ટનું આ સૂચન સંપૂર્ણપણે વ્યાજબી છે.આજે જે રીતે વાહનોની સંખ્યા વધતી જાય છે તે જોતા આવનારા વર્ષેામાં ગમે તેવા મોટા રસ્તા નાના પાડવા લાગશે.આ સ્થિતિ એકલા દિલ્હીમાં નહિ પણ મોટા ભાગના શહેરોમાં પ્રવર્તી રહી છે. સુપ્રીમ કોર્ટના સૂચનને ગંભીરતાથી લઈને દેશભરમાં તેનો અમલ કરાવવાનો સમય આવી ગયો છે.
દિલ્હી અને એનસીઆરમાં કારની સંખ્યા એક કરોડને પાર થઇ ગઇ છે. દર વર્ષે કારની સંખ્યામાં સાત લાખનો વધારો થઇ રહ્યો છે. તેના પર ચિંતા વ્યકત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કારની સંખ્યા નિયંત્રિત અને નિર્ધારિત કરવા માટે કુટુંબ નિયોજનની હમ દો હમારે દો જેવી કોઇ કેમ્પેઇનની જર છે. તેનાથી પાટનગરમાં વસતા લોકો પર અમર્યાદિત વાહનો ખરીદવાની પ્રવૃત્તિ પર રોક લાગશે. . ગાડીઓની વધતી જતી સંખ્યાને કારણે ગીચ ટ્રાફિક અને પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટ ચિંતિત છે દિલ્હીને રહેવા લાયક સ્થળ બનાવવા માટે કારની સંખ્યા ઘટાડવી અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે પાકિગની સમસ્યાને લઇને થતા ઝઘડા પર પણ ટિપ્પણી કરી હતી. બે જજોની બેન્ચે જણાવ્યું હતું કે એવો પરિવાર કે જેમાં કમાનાર સભ્યોની સંખ્યા બે કે તેથી વધુ હોય ત્યાં એકથી વધુ સંખ્યામાં કાર રાખવા સામેે વાંધો હોઇ શકે નહીં, પરંતુ આજ કાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે યારે એક જ વ્યકિત પાસે પાંચથી વધુ કાર હોય છે. પાકિગને લઇને પડોશીઓ સાથે તેમને સતત ઝઘડા થતા રહે છે

Comments

comments