હરિદ્વાર, રૂડકી સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી

April 19, 2019 at 10:29 am


રૂડકી અને હરદ્વાર સહિતના 10 રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. લશ્કર એરિયા કમાન્ડરના નામથી એક ધમકીભર્યો પત્ર ગુરુવારે મોડી રાતે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને મળ્યો છે. આ પત્રમાં ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપવામાં આવી છે.

રૂડકી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને જે પત્ર મળ્યો છે તેમાં 10 રેલવે સ્ટેશનને 6 મેના રોજ બોમ્બથી ઉડાવી મારવાની ધમકી અપાઈ છે. ધમકીભર્યો પત્ર મળતા જ સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે આ મામલે ઉત્તરાખંડ પોલીસને જાણ કરી છે. હાલ પોલીસ તમામ દસ્તાવેજોને ભેગા કરીને આ મામલે તપાસ કરી રહી છે.

Comments

comments

VOTING POLL