હરિનગર ચોક પાસે પ્રેમીનો પ્રેમિકા ઉપર છરી વડે હુમલો

April 15, 2019 at 4:25 pm


સાધુ વાસવાણી રોડ પર આવેલ આરએમસી કવાર્ટરમાં રહેતી યુવતી પર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે હરિનગર ચોક નજીક પ્રેમીએ છરી વડે હુમલો કરી ઈજા કરતાં સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવી છે.

આ અંગેની વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતી અને અગાઉ કેટરર્સમાં કામ કરવા જતી અંજલિ નટુપ્રસાદ વાળા (ઉ.વ.17) નામની યુવતી આજે સવારે તેની બહેન આરતી સંજયભાઈ વાઘેલા સાથે પોતાનું સ્કૂટીપેપ લઈને ભાણેજને સ્કૂલે તેડવા સંકલ્પ પ્લે હાઉસ ટેલિફોન એકસચેન્જ પાછળ, હરિનગરમાં ગઈ હતી તે દરમિયાન અગાઉ કેટરર્સમાં કામ કરતી ત્યારે જેની સાથે પ્રેમસંબંધ હતો તે અજય બાવાજી નામનો શખસ પોતાનું બાઈક લઈ ત્યાં ધસી આવી પોતાની સાથે લગ્ન કરવા અંગે જીદ કરી ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં યુવતીને ઈજા થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ તાલુકા પોલીસમાં કરવામાં આવતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL