હરિફને હંફાવવા હવે રાજકીય પક્ષો ફેક ન્યુઝના સહારે

April 11, 2019 at 10:54 am


Spread the love

ચૂંટણીમાં સાચા–ખોટા આક્ષેપો સાથે સાથે ફેક ન્યુઝનો પણ મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. આંકડાઓ અનુસાર રાજકીય પક્ષોને સોશ્યલ મીડિયા કેમ્પેન ચલાવનારાઓને દૈનિક ૧૦થી ૧૨ ફેક ન્યુઝનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે એક રાજકીય પક્ષના ફેક ન્યુઝના જવાબમાં વિપક્ષ પણ એક ફેક ન્યુઝથી જ વાર કરી રહ્યો છે. ખાસ કરીને તેનો ઉપયોગ કોઈ રાજનેતા અથવા રાજકીય પક્ષની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી મોટાપાયે કરવામાં આવે છે. દેશના પુમખ્ય રાજકીય પક્ષની સોશ્યલ મીડિયા ટીમના એક સભ્યએ જણાવ્યું કે ફેક ન્યુઝનો ઉકેલ અને વિરોધ પક્ષો વિરુદ્ધ સંદર્ભથી બહારની વસ્તુઓ વાયરલ કરવા તેમના માટે સૌથી મોટો પડકાર છે. ખાસ વાત એ છે કે આ બધું કરવા માટે એક નકલી ટવીટર અને ફેસબુક એકાઉન્ટનો સહારો લેવાઈ રહ્યો છે.

રાજકીય પક્ષ સૌથી વિશ્ર્વાસુ લોકોને આ પ્રકારની જવાબદારી સોંપે છે જેથી તેને બહારનો કોઈ શખસ લીક ન કરી શકે અને પક્ષની મજાક ન બને. તેમાં તસવીરોને ફોટોશોપમાંથી બદલી નાખવામાં આવે છે. વીડિયોમાં અવાજ સાથે છેડછાડ કરી તેને વાયરલ કરવામાં આવે છે. ખાસ કરીને રાજકીય પક્ષ વિપક્ષની નવી જાહેરાતના એલાન દરમિયાન આવી હરકત કરવાનું શરૂ કરી દે છે જેથી લોકો તેનાથી પ્રભાવિત ન થઈ જાય.
જો એક ફેક ટવીટર અને ફેસબુક એકાઉન્ટથી કંટાળીને વિપક્ષ તેને બ્લોક કરી દે તો તુરતં નવું એકાઉન્ટ બનાવી નાખવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મુખ્ય રાજકીય વિરોધીઓની વાતો પર યુદ્ધની સાથે સાથે આ લડાઈ લોકસભા ક્ષેત્ર સ્તર ઉપર પણ હોય છે