હરિ ધવા રોડ પરથી મંજૂરી વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડઃ સાયબર કાફેમાં દરોડો

January 21, 2019 at 6:09 pm


શહેરના હરી ધવા રોડ પર આવેલા તપસ્વી કોમ્પ્યુટર સેન્ટરમાં મંજુરી વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીની સુચનાથી પીએસઆઈ પી.એન.ધાખડા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. જિલ્લા પંચાયતના સીએચસીના રાજકોટ જિલ્લાના કો-આેડ}નેટરે આ અંગે પોલીસને કરેલી ફરિયાદના આધારે દરોડો પાડયો હતો. જેમાં તપસ્વી કોમ્પ્યુટરના માલીક ગાેંડલ રોડ દિવ્યા પેલેસ એપાર્ટમેન્ટ, બ્લોક નં.404માં રહેતા સંદીપ ચંદુ ડોબરીયાની ધરપકડ કરવામાં આવી હતી.
તપસ્વી કોમ્પ્યુટરના માલીક સંદીપ ડોબરીયા દ્વારા કોઈપણ જાતની મંજુરી વગર અન્યનો પાસવર્ડ મેળવી તેનો દુરૂઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કાઢી આપી લોકો સાથે છેતરપીડી કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં તપસ્વી કોમ્પ્યુટરનો માલીક સંદીપ ડોબરીયા જેના પાસવર્ડનો ઉપયોગ કરતો હતો તે મોરબીનો અનિલ ધીરજભાઈ ડાભી હોવાનું ખુલ્યું હતું. જેની સામે પણ પોલીસે ગુનો નાેંધ્યો છે.
ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ પી.એન.ધાખડા તથા સ્ટાફના ડી.એન.વાંજા, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમ ગમારા, કિશોર પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, રણછોડભાઈ, રાજેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Comments

comments

VOTING POLL