હલકી કક્ષાના ફોઈલ પેપરનું વેચાણ કરતી કંપ્નીઓ ઉપર ગાળિયો કસાશે

June 14, 2019 at 10:32 am


ખરાબ ગુણવત્તાની એલ્યુમીનિયમ ફોઈલનું વેચાણ કરતી કંપ્નીઓ ઉપર ટૂંક સમયમાં ગાળિયો કસાશે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ આ માટે ટૂંક સમયમાં ધારાધોરણ જાહેર કરશે જેના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી કંપ્નીઓ ઉપર આકરી કાર્યવાહી થશે.

ગ્રાહક મંત્રાલયે આગલા ત્રણ મહિનાની અંદર ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે ફોઈલમાં બીઆઈએસ ધોરણ અનિવાર્ય કરવાનો નિયમ અમલી બનાવાયેલો છે. કોઈ પણ કંપ્ની બીઆઈએસની ગુણવત્તાના નિયમોનું પાલન કયર્િ વગર એલ્યુમિનિયમ ફોઈલનું નિમર્ણિ અને વેચાણ કરી શકશે નહીં. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એલ્યુમિનિયમ ફોઈલ માટે બીઆઈએસ અનિવાર્ય બનાવવાની કવાયત ચાલી રહી છે. ગ્રાહક મંત્રાલયે 100 દિવસના લક્ષ્યાંકમાં આ યોજનાને પણ સામેલ કરી છે. ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે ઉપયોગમાં લેવાનારા ફોઈલ માટે ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગે પાછલા વર્ષે જ ગુણવત્તા સંબંધી નિયમો અંગે ઉદ્યોગો પાસેથી સુચનો મગાવ્યા હતા. બીઆઈએસ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ જેવા તત્ત્વોથી કેન્સર જેવો ખતરો રહેલો છે તો કિડનીને નુકસાન, અલ્ઝાઈમર અને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. આ ઉપરાંત હાડકા નબળા પડવાની પણ સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ખાદ્ય પદાર્થોને ફ્રેશ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઈલની માગ વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોઈલ સૌથી વધુ નુકસાનકારક એ વખતે બની જાય છે જ્યારે તેમાં કોઈ ગરમ વસ્તુ પેક કરવામાં આવે છે કેમ કે એલ્યુમિનિયમના ગરમ થવાથી ફોઈલનો અમુક હિસ્સો ભોજનમાં સામેલ થઈ જાય છે.

Comments

comments