હળવદની બજારમાં પાણીની રેલમછેલ: ખુલ્લેઆમ પાણીનો બગાડ

May 25, 2019 at 11:15 am


ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર માં રહીશો દ્રારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં ડી.વી.રાવલ કોલેજ થી લઈને દરબાર નાકા અને ઠેઠ સ્વામિનારાયણ મંદિર મેઈનબજાર સુધી આ રેલમછેલ થાય છે જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે, પાણી નો બગાડ કરતા તત્વો સામે પગલા લેવા મા આવે તેવી માગણી ઉઠવા પામી છે તત્રં નિયમિત સમયસર ૨ ટાઈમ પાણી આપે છે,તત્રં એ અંડરગ્રાઉન્ડ ગટર સુવિધા કરી દીધી છે,તત્રં સમયસર ૨ ટાઈમ પાણી આપે છે એટલે એનો ગેરઉપયોગ કરી પાણી વેડફે છે.
તત્રં એ અંડરગ્રાઉન્ડ ગટર સુવિધા કરી આપી તેમ છતાં તેમાં કનેકશન નહી આપી પાણી નો ખુલ્લા માં નિકાલ કરે છે,થોડા સમય પહેલા આ સમ્સયા હલ કરવા તત્રં દ્રારા એક સમય પાણી આપવાનું ચાલુ કયુ તો ઐંચાણ વાળા વિસ્તાર માં પાણી નહોતું પહોંચતું ,અમુક લોકો હાથે કરીને ખુલ્લેઆમ પાણીનો વેડફી રહયા છે , ઘણા લોકો ને પીવાનું પાણી નથી મળતું ત્યારે આ વિસ્તારના રહીશો ખુલ્લેઆમ પાણીનો બગાડ કરી રહ્યા છે તો તત્રં દ્રારા તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી વેપારીઓની માગણી ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL