હળવદમાં ઠાકોર સમાજનાં પ્રમુખ અને તેના ભાઈ પર હુમલોઃ ચકચાર

March 29, 2018 at 11:16 am


હળવદ ઠાકોર સમાજ ના પ્રમુખ અને તેના ભાઈ અને ઠાકોર સમાજના પાંચ શખ્સોએ વચ્ચે વેલનાથ જયંતિ ના બેનરો કેમ લગાવી છે તે બાબતે બોલાચાલી થતાં ઠાકોર સમાજના ના પ્રમુખ અને તેના ભાઈ પર પાંચ શખ્સો એ ટીકર રોડ પર તલવાર જેવા તિશ્રણ હથિયાર વડે હુમલો કરતા એક ને માથા મા ગંભીર ઈજા અને બીજા ને હાથમા ફ્રેકચર થતા બંન્ને ને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા મોરબી હોસ્પિટલ ખાતે દોડી ને ઈજાગ્રસ્તો ની ધોરણ સર ફરિયાદ લઈને પાંચ શખ્સો ને પકડવા ના ચક્રાે ગતિમાન કર્યા હતા.હળવદ મા સામાન્ય બાબતે બોલાચાલી ના બનાવો દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ ના ટીકર રોડ પર બન્યાે હતો આગામી ઠાકોર સમાજ ની વેલનાથ જયંતિ હોય તો તેની ની ઉજવણી ના પ્રસંગે ગામમાં બેનરો લગાવેલ ત્યારે હળવદ ઠાકોર સમાજ ના પ્રમુખ બટુકભાઈ બાબુભાઈ ઠાકોર અને ઠાકોર સમાજના રાજુભાઈ દિલીપ ભાઈ ઠાકોર વચ્ચે બોલાચાલી થતાં જોત જોતામાં ઝગડો ઉગ્ર સ્વરુપ ધારણ થતા ઠાકોર સમાજ ના પ્રમુખ બટુકભાઈ ઠાકોર અને તેનો ભાઈ ચદુંભાઈ બાબુભાઈ ઠાકોર ને ભરતભાઈ દિલીપ ભાઈ ઠાકોર.રાજુભાઈ દિલીપ ભાઈ ઠાકોર. વિજયભાઈ દિલીપ ભાઈ ઠાકોર. જયદીપ ભાઈ રાજુભાઈ. હિતેશ ભાઈ ચાવડા સહિત પાંચ શખ્સો એ એક સંપ કરી ને તલવાર જેવા તિશ્રણ હથિયાર વડે હુમલો કરતા બટુકભાઈ ઠાકોર ને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચી હતી તેના ભાઈ ચંદુભાઈ ઠાકોર ને હાથ મા ફ્રેકચર થતા બંન્ને ભાઈઆે ને વધુ સારવાર માટે મોરબી ની હોસ્પિટલ મા ખસેડાયલા હતા બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા હળવદ પી એસ આઈ સી એચ શુક્લ ના માગેદશેન હેઠળ બીટ જમાદાર હરેશભાઈ ચાવડા અને કેશુભાઈ બાવળિયા મોરબી ની સરકારી હોસ્પિટલ એ ઈજાગ્રસ્ત ઠાકોર સમાજ ના પ્રમુખ બટુકભાઈ ઠાકોર ની ફરિયાદ લઈને પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે ને પાંચ શખ્સો ને પકડવા ના ચક્રાે ગતિમાન કર્યા હતા હળવદ મા ઠાકોર સમાજ ના પ્રમુખ અને અન્ય પાંચ શખ્સો એ હુમલો કરતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

Comments

comments

VOTING POLL