હળવદ જડબેસલાક બંધઃ ચાંપતો પોલીસ બંદોબસ્ત

September 10, 2018 at 12:52 pm


.હળવદ કાેંગ્રેસ પરિવાર દ્રારા વધતી જતી માેંઘવારી માેંઘા Iધણના વિરોધ માં આજે હળવદ જડબેસલાક બંધના રહ્યું છે. સ્કુલ શાળા બંધ કરાવાઇ હતી. પેટ્રાેલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કાેંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. તાલુકા કોગ્રેસના પ્રમુખ એ કહ્યું કાેંગ્રેસની સરકારમાં ક્રૂડનો ભાવ 107 ડોલર હતો અને હાલમાં 74 ડોલર હોવા છતાં પેટ્રાેલ ડિઝલના ભાવ ઐતિહાસિક સપાટી છે. મોદી સરકારે એક્સાઈઝ ડéૂટી વધારીને આેઈલ કંપનીઆેને માલામાલ કરી છે. આજે પેટ્રાેલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કાેંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને પગલે હળવદ સ્વયંભુ જડબેસલાક બંધ રાખી વેપારીઆે જોડાયા હતા.

કાેંગ્રેસ દ્વારા વધતી માેંઘવારી, પેટ્રાેલ-ડીઝલ-ગેસના વધતા જતા ભાવ, રાફેલ કૌભાંડ, જેવા અને કારણો લીધે ભારત બંધ એલાન રાખવામાં આવેલ છે, જે ના પગલે હળવદ વેપારીઆે દ્વારા સ્વયંભૂ બંધ રાખ્યુ હતુ તો ભારત બંધ એલાનને સફળ બનાવવા હળવદ તાલુકા/શહેર કાેંગ્રેસ સમિતિના ડો, કે, એમ, રાણા, હેમાંગભાઈ રાવલ, ધમેન્દ ભાઈ પટેલ, શેલેશભાઈ દવે, ડો અનિલ પટેલ સહીતના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, દરેક અલગ અલગ સેલના પ્રમુખઆે હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ એમ, આર, સોલંકી તથા સ્ટાફે સમગ્ર શહેર માં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL