હળવદ: બોગસ પેઢી ઉભી કરી 4.56 કરોડની ટેકસચોરીમાં બે ઝડપાયા: રાજકોટનાં રાકેશ પટેલની શોધખોળ

April 19, 2019 at 11:01 am


મોરબી પંથકમાં 4.56 કરોડની ટેક્ષચોરીના ગુનામાં બે આરોપીઙ્ગે ઝડઙ્કી લીધાં છે. હળવદમાં સંગમ ટાઇલ્સ ના નામની બોગસ પેઢી ઊભી કરી ટ્રાઈલ્સનું વેચાણ કર્યું હતું.

આરોપીઓએ બોગસ પુરાવાઓ ઉભા કરીને મેળવ્યો હતો જીએસટી નંબર લોન દેવાના બહાને હળવદના યુવાન પાસે મેળવ્યા હતા અસલી આધાર પુરાવા,સંગમ ટાઈલ્સના નામની બોગસ પેઢી ઉભી કરી ટાઈલ્સનું કર્યું હતુ વેચાણ,જેમાં બે આરોપી સિકંદર વાલેરા રહે હળવદ અને અનીલ દેલવાડિયા રહે મોરબીની પોલીસે ધરપકડ કરી હતી. જયારે રાજકોટના રાકેશ પટેલ નામના શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કયો છે.
હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના આરોપીએ કરચોરી કરી જીએસટી હેઠળ લેવા માટે ખોટા દસ્તાવેજ બનાવી સરકાર સાથે છેતરપીંડી કરેલ જેથી ઉપર જણાવેલ આરોપી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકાર સાથે જીએસટી કાયદા હેઠળ સરકાર વેરાની મોટી ચોરી કરવાનું કાવતરું કરી એકબીજાને મદદગારી કરી ખોટા દસ્તાવેજો નો સાચા તરીકે ઉપયોગ કરી માલનો ડીલેવરી કયર્િ વગર માહે 4 /2018 તથા 5/2018ના સમય દરમિયાન માત્ર બીલિંગ પ્રવૃત્તિ કરી સરકારને કુલ 4.56 કરોડનું નુકસાન કરી ગુનો કરવા બાબતે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયર્િ છેહળવદ પીઆઈ એમ, આર, સોલંકી દ્રારા ચક્રો ગતિમાન કયર્િ છે.

Comments

comments

VOTING POLL