હવે આંધ્ર પ્રદેશે પેટ્રાેલ, ડીઝલમાં રૂા.બે ઘટાડ્યા

September 11, 2018 at 11:16 am


રાજસ્થાન બાદ આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રાેલ અને ડીઝલ પર વેટમાં બે રુપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં બે રુપિયા ઘટાડવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ પેટ્રાેલ અને ડીઝલ પર ચાર રુપિયા વેટ વસૂલે છે.
વિવિધ કર અને ડિવિન્ડ દ્વારા સારી કમાણી થતી હોવા છતાં પટ્રાેલ અને ડીઝલના ભાવ વધારીને કેન્દ્ર સરકાર લોકોના માથે બોઝો વધારી રહી છે. રાજ્યનું બજેટ ખોટમાં હોવા છતાં અમે કર ઘટાડીને લોકોનો બોજો થોડો આેછો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે રાજ્ય સરકારને રુ. 1120 કરોડની આવક જતી કરવી પડશે.

Comments

comments

VOTING POLL