હવે આતંકીઆેની બિલ્ડીગો આંખના પલકારામાં ઉડી જશે

September 16, 2019 at 11:06 am


ભારતીય વાયુસેનાને બાલાકોટ એરસ્ટ્રાઇકમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાયેલા ’બિલ્ડિંગ બ્લાસ્ટર’ નામથી પ્રસિદ્ધ સ્પાઇસ-2000 બોમ્બનો પહેલો જથ્થો મળી ગયો છે. વાયુસેનાના સૂ્ત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઈઝરાયેલની કંપ્નીએ ભારતને સ્પાઇસ-2000 બોમ્બની ડિલીવરી શરુ કરી દીધી છે અને હમણાજ તેનો પહેલો જથ્થો મળ્યો છે.

તેમણે જણાવ્યું કે આ બોમ્બ મિરાજ-2000 ફાઇટર એરક્રાફ્ટના ગ્વાલિયર બેઝને મળ્યો છે કારણ કે આ એરક્રાફ્ટ જ ઇઝરાયલના બોમ્બને ફાયર કરવા માટે સક્ષમ છે. ભારતીય વાયુસેનાએ ઈઝરાયેલના માર્ક 84 વોરહેડ અને બોમ્બને મેળવવા માટે 250 કરોડ રૂપિયાના કરાર પર સહી કરી હતી. તેમાં બિલ્ડિંગને સમગ્ર રીતે ધ્વસ્ત કરવાની ક્ષમતા છે.

તેમણે જણાવ્યું કે આ કરાર આ વર્ષે જૂનમાં 100 સ્પાઇસ બોમ્બને મેળવવા માટે થયો હતો. બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર સફળતાપૂર્વક સ્ટ્રાઇક કર્યા બાદ વાયુસેનાને આ બોમ્બ મેળવવાની ઇચ્છા હતી. અહીં મિરાજ-2000 ફાઇટર પ્લેનથી સ્પાઇસ-2000 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

Comments

comments