હવે આ ત્રણેય પક્ષો પાંચ વર્ષ સુધી નહી ઝઘડે તેની કોઈ ગેરંટી ખરી ?

November 28, 2019 at 11:28 am


Spread the love

આપણા દેશમાં આમ જોઈએ તો સમાજ-જીવનમાં અને રાજકારણમાં પ્રેમ અને લાગણી ની કોઈ વેલ્યુ છે તેની કોઈ ગેરંટી રહ્યા નથી. આપણા દેશમાં પ્રેમ લગ્નનો અંત મહિનાઆેમાં અથવા દિવસોમાં આવી જાય છે પરંતુ રાજકારણમાં તો કલાકે કલાકે વફાદારી આે બદલાય છે અને લેબલ ચેન્જ થઈ જાય છે.
મહારાષ્ટ્રના દિવસો સુધી ચાલેલા હાઈટ ડ્રામા ની અંદર આપણને આ બધું જોવા મળ્યું છે હવે પ્રશ્ન એવો પણ ઉપસ્થિત થાય છે કે એનસીપી કાેંગ્રેસ અને શિવસેના પાંચ વર્ષ સુધી અંદરોઅંદર લડશે થશે નહી તેની કોઈ ગેરંટી ખરી ં
જે પક્ષો વૈચારિક રુપથી અત્યંત દૂર દેખાતા હતા તેને ત્રણ દિવસના નાટકે એકતા કરવા પર મજબુર કરી દીધા પરંતુ મજબૂરીનો આ પ્રેમ અને લાગણી કેટલાક સમય સુધી ટકશે તે કેવું ભારે મુશ્કેલ બની ગયું છે કારણકે ત્રણેયની વિચારધારા તØન ભિન્ન ભિન્ન છે.
41 વર્ષો પહેલા મુખ્યમંત્રી બનવાની તડપ શરદ પવારને પણ એટલી જ હતી જેટલી આજે ઉÙવ ઠાકરેને છે. એનસીપીનો જન્મ જ કાેંગ્રેસમાંથી થયો છે. શિવસેનાએ જીવનભર કાેંગ્રેસ ને ગાળો દેવા સિવાય બીજું કોઈ મહÒવનું કામ કર્યું હોય તેવું યાદ આવતું નથી.
એક જમાનામાં બાલ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મરાઠા લોબી પર પ્રભુત્વ સ્થાપવા માટેની જંગ જામી હતી અને મરાઠાઆેના અગ્રીમ હરોળના નેતા કોણ તેવી સ્પર્ધા જમાનામાં હતી. પોતાના પિતા સાથે આવી સ્પર્ધા કરનાર શરદ પવારને ગળે વળગાડીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પુરી કરવા માટે ઉÙવ ઠાકરે એ શરદ પવાર સાથે મજબૂરીમાં સમજૂતી કરી હોય એવું નથી લાગતુંં
આ ત્રણેયના ગઠબંધન ની સરકાર કેટલા સમય સુધી રહેશે તે વિચાર સ્વાભાવિકપણે જ દિમાગની આરપાર થઈ જાય છે.
ભેગા મળીને સરકાર બનાવવાની એક મજબૂરી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્રણેય પાર્ટીઆે વચ્ચે વૈચારિક મતભેદો ઘણા બધા છે. આમ જોઈએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી જ આ ત્રણેય પાર્ટીઆે આપસમાં સંમતિ બનાવવા માટેની કવાયત કરી રહી હતી અને આવી સંમતિ એમનામાં બનતી ન હતી. પરંતુ મિડનાઈટ ડિપ્લોમસી એ આ ત્રણેયને ધરાર ગળે મળવા પર મજબૂર કરી દીધા હતા.
શરુઆતમાં તો સોનિયા ગાંધી શિવસેનાને ટેકો આપવા માટે જરાય તૈયાર થયા ન હતા અને ત્યારે શરદ પવારે દોડાદોડી કરી હતી એ જ રીતે ઉÙવ ઠાકરેએ પણ એક રાતમાં બે વખત સોનિયા ગાંધીના ફોન કરીને ડાહી ડાહી વાતો કરી હતી. બીજી બાજુ સોનિયા ગાંધી પર મહારાષ્ટ્ર રાજ્યના કાેંગ્રેસના નેતાઆે દ્વારા ગઠબંધન બનાવવા પર દબાણ વધી ગયું હતું.
શિવસેના અને એન.સી.પી ની સરકાર માં જોડાઈ જવા માટે સોનિયા ગાંધી પર સ્થાનિક કાેંગી નેતાઆેએ દબાણ વધારી દીધું હતું આમ છતાં સોનિયા ઉલઝનમાં દેખાતા હતા અને આ દરમિયાન મધરાત્રે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે જે ખેલ કર્યા અને જે રીતે ગવર્નરે તાબડતોબ બંનેને શપથ લેવડાવી દીધા ત્યારબાદ સોનિયા ગાંધી પણ કુણા પડી ગયા હતા અને હવે ગઠબંધનમાં જોડાઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી તેવી અનુભૂતિ સોનિયાને થઈ ગઈ હતી.
આ સાથે જ બીજી એક હકીકત એ પણ છે કે શિવસેના માટે હવે ઉગ્ર હિન્દુત્વની રાજનીતિ સરળ કે આસાન રહેશે નહી કારણકે હવે શરદ પવાર અને સોનિયા હાથમાં એક એક બટન રહેવાના છે.
હવે એવું બની શકે છે કે ઉÙવ ઠાકરે ઉદાર હિન્દુત્વ નીતિ અપનાવી લેશે જેમાં સમગ્રતા ની વાત હોય અને જે સમાજના કોઈપણ વર્ગની વિરુÙમાં ન હોય. ઉપરાંત રોજગાર કૃષિનું સંકટ કિસાનોની મુશ્કેલીઆે સાથે જોડાયેલા સવાલ સૌપ્રથમ હલ કરવાની જવાબદારી આ ત્રણેય પક્ષોની રહેશે અને તે કામ ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે તેમાં પણ મતભેદો ઉપસ્થિત થવાનો ભય રહે છે. બીજી બાજુ શિવસેનાના રાષ્ટ્રવાદ માં હવે મરાઠીમાં માનુષ ને પ્રાયોરિટી આપવાનું જરુરી બનશે અને રોજગારમાં સ્થાનિક લોકોને વધુ આરક્ષણ મળે તેવી નીતિ પણ અપનાવવી પડશે.
આ કામ એવી રીતે કરવું પડશે કે તેમાં બીજા કોઈ સમુદાયનું અહિત ન થઈ જાય અને અસંતોષની કોઈ જવાળા ઉભી ન થાય અને એનસીપી તેમજ કાેંગ્રેસ પણ આ કામમાં આવી જ નીતિ અપનાવશે.
હવે આ ત્રણે પક્ષોની સરકાર ભલે બને પરંતુ એક વાત તો નિિશ્ચત છે કે ઉÙવ ઠાકરે મુખ્યમંત્રી બની જાય છતાં તેનું આખું સંચાલન તો શરદ પવારના હાથમાં રહેશે અને રિમોટ કંટ્રાેલનું એક બટન સોનિયા પાસે રહેશે.