હવે ઈલેક્ટ્રીક વ્હીકલ્સનું મેન્યુફેક્ચરિગ હબ બનશે ગુજરાત!

August 11, 2018 at 11:33 am


મોટર ટાઉન તરીકે આેળખાતા સાણંદમાં ઈલેિક્ટ્રક વાહનો મેન્યુફેક્ચર કરવા માટે ટાટા મોટર્સ લિમિટેડએ 1600 કરોડ રુપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. કંપનીના અધિકારીઆેએ તાજેતરમાં જ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઆે સાથે મુલાકાત કરી હતી અને ઈલેિક્ટ્રક વ્હીકલ્સ પ્રાેજેક્ટ માટેનો પ્રસ્તાવ સાેંપ્યો હતો.

સત્તાવાર પ્રસ્તાવ સાેંપ્યો

કંપની સાણંદમાં આવેલા પોતાના યૂનિટનો વિસ્તાર કરશે કે પછી નવું યુનિટ સ્થાપિત કરશે તે હજી નક્કી નથી. આ બાબતની જાણકારી ધરાવનારા રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, ઘણી કંપનીઆેએ ગુજરાતમાં ઈલેિક્ટ્રક વાહનોના પ્રાેજેક્ટ્સ માટે રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. પરંતુ ટાટા મોટર્સ પહેલી કંપની છે જેણે લગભગ 1600થી 2000 કરોડ સુધીનો સત્તાવાર પ્રસ્તાવ સાેંપ્યો છે.

શું કહે છે કંપની પ્રવક્તાં

ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટના ભાગરુપે અમે સરકાર અને રેગ્યુલેટરી બોડી સાથે સતત સંપર્કમાં છીએ. અમે સાણંદમાં ટીગોર ઈવીએસ (ઈલેકટ્રીકલ વાહન) મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ અને અમે વર્તમાનના આેપરેશન્સ ચાલુ જ રાખીશું. આ સિવાય મેન્યુફેક્ચરિ»ગ ફેસિલિટી/ઈન્વેસ્ટમેન્ટને આગળ લઈ જઈશું.

સરકાર લેશે નિર્ણય

ગુજરાત સરકારના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સરકાર ચર્ચા-વિચારણા કરીને આ પ્રાેજેક્ટ વિષે નિર્ણય લેશે. નેનો પ્રાેજેક્ટ અને આ નવો પ્રાેજેક્ટની પ્રાેડક્ટ અલગ છે. માટે કંપની સાણંદના પોતાના વર્તમાન યુનિટનો ઉપયોગ કરે તો પણ તેને ફ્રેશ પ્રાેજેક્ટ તરીકે ગણવામાં આવશે.

ગુજરાત બનશે હબં

સાણંદ પ્લાન્ટમાં ટીગોર મોડલના 5000 ઈલેિક્ટ્રક વાહનો તૈયાર કરવાનો ટાટાનો પ્લાન છે. આમાંથી માર્ચ 2018માં લગભગ 250 વાહનો મેન્યુફેક્ચર થઈને લોન્ચ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈલેિક્ટ્રક વાહનોના ઉત્પાદન માટે ગુજરાત હબ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. જેએસડબલ્યુ એનજીર્્ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તે ગુજરાતમાં ઈલેિક્ટ્રક કારના પ્લાન્ટની સ્થાપના કરશે.

અન્ય કંપનીઆેએ દાખવ્યો રસ

એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, સુઝુકી મોટર્સ પણ રાજ્યમાં ઈલેિક્ટ્રક કાર્સનું પ્રાેડક્શન કરવાનો વિચાર કરી રહી છે. અને સાથે બેટરી પ્લાન્ટનો પણ તેમનો વિચાર છે. અમુક જાપાનની અને ચીનની કંપનીઆેએ પણ રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ ઈલેિક્ટ્રક વાહનોના ઉપયોગને પ્રાેત્સાહન આપે છે અને તેના માટે પોલિસી પણ તૈયાર કરી રહી છે.

Comments

comments

VOTING POLL