હવે ‘ગૂગલ મેપ્સ’માં પહેલાં કરતાં વધુ ઝડપથી લોકેશન સર્ચ કરી શકાશે

April 12, 2019 at 10:29 am


‘ગૂગલ મેપ્સ’ એક એવી સર્વિસ છે જેની મદદથી લોકો નવી જગ્યાઓ ઉપર રસ્તો ભૂલ્યા વગર સરળતાથી પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. દુનિયામાં કદાચ જ એવો કોઈ સ્માર્ટફોન યુઝર્સ હશે જે ગૂગલની આ સેવાનો ઉપયોગ ન કરતો હોય. ગૂગલે આ એપની શરૂઆત માત્ર રસ્તો બતાવવા માટે કરી હતી પરંતુ સમયની સાથે સાથે ગૂલે તેમાં અનેક નવા ફિચર્સ પણ એડ કર્યા હતા.
ગૂગલ મેપ્સ દ્રારા માત્ર રસ્તા જ નહીં બલ્કે હવે યુઝર્સને ટ્રાફિકજામ, નજીકમાં રહેલું પાકિગની જાણકારી આપવા ઉપરાંત રેસ્ટોરન્ટ, કાફે, બેન્ક અને હોટેલ અંગે પણ જણાવવામાં આવે છે.
હવે આ સુવિધામાં ઉમેરો કરતાં ગૂગલે ‘એકસપ્લોર નિયરબાય’ ટેબમાં વધુ એક ફિચર્સ એડ કરવાનો નિર્ણય લીધો છે. અપડેટ બાદ યુઝર્સ પોતાની આસપાસની જગ્યાઓ પર પહેલાના મુકાબલે વધુ ઝડપથી ડિસ્કવર કરી શકશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ સાથે જ ગૂગલ તેમાં અમુક નવા સર્ચ શોર્ટકટ પણ ઉપલબ્ધ કરાવશે.
એન્ડ્રોયડ પોલીસના એક રિપોર્ટ અનુસાર કંપની ગૂગલ મેપ્સના એકસપ્લોર સેકશનમાં ૮ નવા વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલ ગૂગલ મેપ્સમાં અત્યારે યુઝર્સને માત્ર ચાર વિકલ્પ જ મળતા હતા. મેપ્સમાં આ નવા વિકલ્પની સાથે ‘મોર બટન’ ફિચર પણ ઉમેરાશે જેની મદદથી આસપાસની જગ્યાઓને ઝડપથી ડિસ્કવર કરવામાં મદદ મળશે.
ગૂગલ મેપ્સમાં અત્યારે જે ચાર ટેબ છે તેમાં રેસ્ટોરન્ટ, કોફી, અટ્રેકશન વગેરે સામેલ છે. નવા યુઝર્સ ઈન્ટરફેસ આવ્યા બાદથી તેમાં ચાર નવા એકસપ્લોર વિકલ્પ જેવા કે હોટેલ, બાર, પાર્ક અને ઈવેન્ટ પણ સામેલ થઈ જશે.
જો કે આ જગ્યાઓ અંગે યુઝર્સ હજુ પણ ગૂગલ મેપની સહાયતાથી જાણકારી મેળવી શકે છે પરંતુ નવું યુઆઈ આવ્યા બાદ આ ઓપ્શન માટે એક ડેડિકેટેડ આઈકન ઉપલબ્ધ રહેશે જેનાથી આ જગ્યાઓને ડિસ્કવર કરવી પહેલા કરતાં સરળ બની જશે

Comments

comments

VOTING POLL