હવે તારા સુતારિયા શાહિદ સાથે રોમાન્સ કરતી દેખાશે

August 23, 2018 at 6:24 pm


સ્ટુડન્ટ આેફ ધ યર-2 ફિલ્મ સાથે બાેલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહેલી તારા સુતારિયાને તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ બીજી ફિલ્મ હાથ લાગી છે. શાહિદ કપુર ટુંક સમયમાં જ તેના કરતા 15 વર્ષ નાની અભિનેત્રી તારા સુતારિયા સાથે રોમાન્સ કરતાે નજરે પડનાર છે. વર્ષ 2017માં રજૂ કરવામાં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ અજુૅન રેડ્ડીની રીમેકમાં શાહિદની સાથે તારા સુતારિયા નજરે પડનાર છે. સ્ટુડન્ટ આેફ ધ યર-2 ફિલ્મ સાથે તારા બાેલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે તેની ડેબ્યુ ફિલ્મ રહેનાર છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ બીજી મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તેલુગુ ફિલ્મ અજુૅન રે?ીમાં વિજય દેવરકોન્ડાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની હિન્દી રીમેકમાં તેની ભૂમિકા શાહિદ કપુર અદા કરનાર છે. વિજયને આ વષેૅ ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતાે. જ્યારે તારા અજુૅન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શાલિની પાન્ડેની ભૂમિકામાં નજરે પડનાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મની પટકથાને ઉત્તર ભારતની આેડિયન્સની દ્રિષ્ટએ તૈયાર કરવામાં આવી રહી છે. લીડ અભિનેત્રીના નામ પર જાન્હવી કપુર અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. આખરે તારા પર પસંદગી ઉતારી દેવામાં આવી હતી. કાસ્ટિગ માટે આશરે છ મહિનાનાે સમય લાગ્યો હતાે. અજુૅન રેડ્ડીનુ નિદેૅશન કરનાર સંદીપ વાંગા જ હિન્દી ફિલ્મની રીમેક પણ બનાવશે. આ રીમેકની સાથે તે પાેતાની હિન્દી ફિલ્મની કેરિયર શરૂ કરનાર છે. એમ કહેવામાં આવે છે કે આ તેલુગ ફિલ્મના રાઇટ્સ મેળવી લેવા માટે નિમાૅતા અશ્વિન વદેૅ અને મુરાદ ખેતાનીએ જંગી નાણાંની આેફર કરી હતી. ફિલ્મમાં શાહિદ કપુર એક સર્જનની ભૂમિકા અદા કરનાર છે.

Comments

comments

VOTING POLL