હવે પુષો પણ મંગળસૂત્ર પહેરવા લાગ્યા છે!

April 9, 2019 at 10:51 am


મહિલાના ગળામાં મંગળસૂત્ર હોવું એના પરથી તે પરિણીત અને સૌભાગ્યવતી હોવાનું સ્પષ્ટ્ર થાય છે, પરંતુ પુષ પરણેલો છે એ કેવી રીતે સ્પષ્ટ્ર થાય, કારણકે પરિણીત પુષ માટે મંગળસૂત્ર જેવો કોઈ દાગીનો આપણા સમાજમાં નથી એ સૌકોઈ જાણે છે. જોકે, તાજેતરમાં કર્ણાટકના વિજાપુર ખાતે લવિધિ પ્રસંગે વર અને વધૂ, બન્નેએ એકમેકને મંગળસૂત્ર પહેરાવ્યું હોવાની અભૂતપૂર્વ ઘટના બની હતી. આવું એક વર–વધૂની જોડીએ નહીં, પણ બે જોડીએ કરીને નવો ચીલો પાડો હતો.
આ બનાવ ક્રી–પુષ એકસમાન હોવાનું ઉત્તમ પ્રતીક હોવાની પ્રતિક્રિયા વ્યકત થઈ રહી છે. કહેવાય છેને કે સમય બદલાઈ રહ્યો છે. આ વાતાવરણમાં વિજાપુરના બે વર અને બે વધૂએ પરંપરા છોડીને નવી પ્રથા શ કરી હતી. બન્ને વધૂઓ અને બન્ને વર અલગ–અલગ જાતિના હતા. તેમણે બીજો પણ અનોખો નિર્ણય લીધો હતો. તેમણે તેમની લવિધિ માટે શુભ મુહર્ત જેવું કઈં પસદં કયુ જ નહોતું. આ પ્રસંગે પ્રિયા સાથે અમિત અને અંકિતા સાથે પ્રભુરાજ લગ્રંથિથી જોડાયો હતો અને પોતાની નવવધૂના હાથે મંગળસૂત્ર ધારણ કયુ હતું. બન્ને યુગલ ક્રી–પુષની સમાનતામાં માને છે અને પોતાની આ અનોખી લવિધિ મારફત સમગ્ર સમાજને આ સંદેશ મોકલવા માગે છે. વધુ રસપ્રદ બાબત એ છે કે આ ઘટના લિંગાયત સમાજમાં બની છે. ૧૨મી સદીમાં આ જ સમાજના પ્રખર આગેવાન બસવન્ના ક્રી–પુષ સમાનતાના હિમાયતી હતા. બન્ને વરના પિતા ૧૨મી સદીના બસવન્નાના ચુસ્ત અનુયાયી છે

Comments

comments

VOTING POLL