હવે ફાટેલી-તૂટેલી નોટ સરળતાથી બદલાવી શકાશે

July 10, 2018 at 10:43 am


ફાટેલી-તૂટેલી નોટ ન બદલવાથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. હવે લોકો આવી નોટ બદલી શકશે. આરબીઆઈએ નોટ બદલવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ નોટો દ્વારા સરકારી બાકુ લેણાનું ચૂકવણું પણ કરી શકાશે.
માર્ગદર્શિકામાં રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે એવી નોટ કે જે પાણી, પરસેવો અથવા અન્ય કોઈ વસ્તુ અડી જવાથી ખરાબ રીતે ગંદી થઈ ગઈ હોય અથવા બે કટકા થઈ ગયા હોય પરંતુ તેમાં કોઈ જરી ફિચર ગાયબ ન થયું હોય તો તે સરકારી બાકી હાઉસ ટેક્સ, સિવર ટેક્સ, વોટર ટેક્સ, વીજળી બિલ વગેરેનું ચૂકવણું કરી શકશે. સાથોસાથ બેન્ક કાઉન્ટર ઉપર પણ તેને જમા કરાવી શકશે. જો કે બેન્ક આ નોટોને બીજી વખત જનતાને જારી નહીં કરે.
આ ઉપરાંત એવી નોટ જેનો એક હિસ્સો કપાઈ ગયો હોય અથવા ફાટીને ગાયબ થઈ ગયો હોય અથવા જે બે ટુકડાથી વધારે ટુકડા સાથે જોડીને બનાવાયો હોય એવી નોટ કોઈ પણ બેન્કની શાખામાં જમા કરાવી શકાશે. આ નોટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના (નોટ રિફંડ) નિયમ 2009 હેઠળ બદલી શકાશે.

Comments

comments

VOTING POLL